નવી દિલ્હી, તા. 14 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષનાં કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. એક તરફ જ્યાં મિડલ ઈસ્ટમાં હવે શાંતિની આશા દેખાઈ રહી છે, ત્યારે ભારતમાં ઈંધણના ભાવમાં ફેરફાર થશે કે નહીં તે અંગે હજુ અસમંજસની સ્થિતિ છે. એવામાં કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ મોટું નિવેદન આપ્યું છે. મોંઘવારી પાછળ પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાયમાં આવેલી અડચણો જવાબદાર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ રવિવારે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સમયમાં ઇંધણના ભાવ શું રહેશે, તેનો આધાર વૈશ્વિક બજારમાં કાચા તેલની ઉપલબ્ધતા પર રહેશે.