ઇન્ડિ મોરચામાંથી મહત્ત્વના ભાગીદાર દૂર થયા પછી અને અન્ય પ્રાદેશિક પક્ષોને રાહુલ ગાંધીની નેતાગીરી સાથે મોરચાની સફળતા માટે વિશ્વાસ ઊઠી ગયો છે ત્યારે કૉંગ્રેસે નવો વિચાર-વ્યૂહ વહેતો મૂક્યો છે કે મૂળ માતૃસંસ્થા કૉંગ્રેસમાંથી છૂટા થઈને અલગ પ્રાદેશિક પક્ષો શરૂ થયા છે અને છતાં કૉંગ્રેસનું નામ વાપરી રહ્યા છે તેવા તમામ પક્ષો હવે માતૃસંસ્થામાં ‘ઘરવાપસી’ કરે અને કૉંગ્રેસ પક્ષને શક્તિશાળી બનાવે. ભાજપ-એનડીએ સામે વિકલ્પ ઊભો કરવા માટે કૉંગ્રેસનો ‘નવો અવતાર’ અનિવાર્ય છે એવો દૃઢ અભિપ્રાય સિનિયર નેતાઓનો છે.
કૉંગ્રેસમાં
અલગ પક્ષોનાં વિલીનીકરણ અને એકીકરણની શરૂઆત કરવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સુપ્રીમો
- શરદ પવાર ઉપર આશા અને આધાર છે. અલબત્ત, કોઈ નક્કર સૂચન કરવામાં આવ્યું નથી પણ આ દિશામાં
શરૂઆત થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી કૉંગ્રેસથી છૂટા પડીને તૃણમૂલ કૉંગ્રેસ
શરૂ કરીને ડાબેરી - માર્ક્સવાદી પક્ષની ઇજારાશાહી તોડવામાં સફળ થયાં પણ હવે ભાજપે પ્રથમ
વખત બંગાળમાં સત્તા મેળવ્યા પછી મૂળ કૉંગ્રેસના નેતાઓ ચોંકી ઊઠયા છે. મમતા બેનરજી પણ
કૉંગ્રેસમાં સોનિયાજીના શરણે ગયાં છે, કારણ કે એમના પક્ષમાં ભંગાણ પડયું છે અને બહુમતી
સભ્યો ભાજપ-એનડીએ સરકારને સમર્થન આપે છે. આખરે તૃણમૂલ કૉંગ્રેસના નવા અવતાર - ફિરકાને
ચૂંટણી પંચની માન્યતા મળે અને વિધિસર એનડીએમાં જોડાય એવી શક્યતા મજબૂત હોવાથી મમતા
બેનરજી પાસે કૉંગ્રેસમાં જોડાવા સિવાય વિકલ્પ નથી. આ બદલાયેલા સંજોગોમાં કૉંગ્રેસ એકીકરણ
કરીને વિપક્ષી એકતા બતાવી શકશે એમ મનાય છે. જોકે, આવું એકીકરણ આસાન નથી. દરેક રાજ્યમાં
અનેક નવા નેતાઓ તૈયાર થયા છે તેથી નવી જૂથબંધી શરૂ થવાની અને જૂના-નવા નેતાઓનું રાજકારણ
શરૂ થવાની શક્યતા છે. ‘હાઇ કમાંડ’ની હાક અત્યારે વાગતી નથી તો ભવિષ્યમાં સંભળાશે ખરી?
શિવસેનાના
ભંગાણ પછી શિંદે સેનાને બહુમતી અને માન્યતા મળી છે. ત્યારે ઉદ્ધવ સેનાના બચેલા, સાથે
રહેલા સભ્યો શિંદે સેના ભણી દોડે એવી શંકા પણ જણાય છે.