• સોમવાર, 15 જૂન, 2026

નીટ : પેપર સેટર્સ લોકડાઉનમાં

21 જૂને પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી અજાણ્યાં સ્થળે રખાશે; પેપર્સ વાયુદળનાં વિમાનમાં લવાશે

નવી દિલ્હી, તા. 14 : નીટ પેપર લીકથી વિવાદ બાદ સરકાર  કડક વલણ અપનાવી રહી છે. પુન: પરીક્ષા 21મી જૂનના લેવાશે, ત્યાં સુધી પેપર સેટર્સ (પ્રશ્નપત્રો કાઢનાર)ને અજાણ્યાં સ્થળે લોકડાઉનમાં રખાશે.

નીટ પરીક્ષાના ઇતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છે કે, પેપર લીક થવાનાં જોખમને ટાળવા માટે પેપર સેટર્સ માટે કડક પગલાં લેવાયાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રશ્નપત્રો સંબંધિત તમામ સામગ્રીને લઇ જવા માટે વાયુદળનાં વિમાનનો ઉપયોગ કરાશે. ડિજિટલ ક્ષેત્રમાં પણ અધિકારીઓ 24 કલાક સોશિયલ મીડિયા, મેસેજિંગ પર નજર જમાવી બેઠા છે. નીટની 21 જૂને યોજાનારી પુન: પરીક્ષામાં પેપર લીક રોકવા પરીક્ષા કેન્દ્ર પર ફેસિયલ રેકગ્નિશન, બાયોમેટ્રિક તપાસ તેમજ સીસીટીવી દ્વારા સતર્ક નજર રખાશે. પ્રશ્નોનું સેટિંગ, અનુવાદ, પ્રિન્ટિંગ, પેકેજિંગ, સ્ટોરેજથી માંડીને પરિવહન તેમજ વિતરણ સુધીની પ્રક્રિયાઓ પર સતત સરકાર નજર રાખશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક