• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

લોકસભાના સ્પીકર પદની ચૂંટણી થશે?

નવી લોકસભાના સ્પીકરના નામ અંગે સહયોગી પક્ષો તેલુગુ દેસમ અને જનતા દળ (યુ)ના નેતાઓ સાથે ભાજપે મંત્રણા કરી છે. બીજી બાજુ, વિપક્ષે લોકસભાના નાયબ સ્પીકરનું પદ તેના હિસ્સામાં આવે એવા પ્રયાસો શરૂ કર્યા છે, વિપક્ષનું સંખ્યાબળ વધારે હોવાથી નાયબ સ્પીકરનું પદ મેળવવા સંભવિત તમામ પ્રયાસો કરશે. જો સમજૂતી થાય નહીં તો વિપક્ષ સ્પીકર પદ માટે ઉમેદવાર જાહેર કરીને ભાજપને પડકારશે.

લોકસભાના સ્પીકરની ચૂંટણી કરવી પડે અને વિપક્ષના ઉમેદવાર મેદાનમાં હોય તો એક પ્રકારે સરકારનું શક્તિ પરીક્ષણ થાય છે. દેશના સ્વાતંત્ર્ય પછી આજ સુધીના ઈતિહાસમાં લોકસભા સ્પીકરની નિયુક્તિ સર્વ સંમતિથી થઈ છે. ફક્ત આ વખતે આ પદ માટે સ્પર્ધા થવાનું ચિત્ર ઊભું થયું છે. લોકસભા સ્પીકરની પસંદગી માટે અમે કોઈના પર દબાણ નહીં કરીએ, આ પદ પર ભાજપના સાંસદની નિયુક્તિ કરવામાં આવશે એવો સંકેત ભાજપે એનડીએ સરકારના ઘટક પક્ષોને આપ્યો છે; પણ આ પદ પર વિરાજમાન થનારી વ્યક્તિનું નામ ભાજપે જાહેર કર્યું નહીં હોવાથી ‘સસ્પેન્સ’ વધુ વધ્યું છે. લોકસભા સ્પીકરને લઈ અનેક નામોની ચર્ચા છે. આંધ્ર પ્રદેશનાં સાંસદ ડી. પુરંદેશ્વરીનું નામ સર્વાધિક ચર્ચામાં છે, તેમના પછી પૂર્વ સ્પીકર ઓમ બિરલાને ફરી સ્પીકર પદ મળવાનું બોલાઇ રહ્યું છે. પુરંદેશ્વરી-એનટી રામરાવનાં પુત્રી છે અને ચંદ્રાબાબુ નાયડુનાં પત્ની ભુવનેશ્વરીનાં બહેન છે. પુરંદેશ્વરીનું નામ લોકસભા સ્પીકર તરીકે આગળ કરવામાં આવે તો નાયડુનાં સાળીના નામનો કોઈ વિરોધ નહીં હોય એવો તર્ક છે.

પૂર્વ લોકસભાના સ્પીકર ઓમ બિરલા ભાજપના સિનિયર નેતા છે. સભાગૃહના નિયમો અને સંચાલનથી તેઓ પૂરતા વાકેફ છે. સ્પીકર તરીકે ઓમ બિરલાની પસંદગીની વધુ શક્યતા છે. શાસક પક્ષની બહુમતી હોય ત્યારે તે શાસકપક્ષ બને છે અને બહુમતીની પ્રથમ કસોટી સ્પીકરની ચૂંટણીમાં થાય છે. ચૂંટણી ટાળવા માટે નાયબ  સ્પીકર પદ વિપક્ષને આપીને સમજૂતી થઈ શકે છે. બધાં સંસદીય પ્રકરણોમાં સ્પીકરનો નિર્ણય અંતિમ હોવાના કારણે આ પદની મહત્તા વધી જાય છે. ઉચિત એ રહેશે કે લોકસભા સ્પીકર અને નાયબ સ્પીકર પદને લઈ સત્તારૂઢ-વિપક્ષોમાં કોઈ સહમતી થાય

ઇ-પેપરના નવા શુલ્ક