• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

avsan nondh

તાલાલા લોહાણા સમાજ અગ્રણી મનુભાઈ રાયચુરાનું અવસાન

તાલાલા ગીર: તાલાલા વિસ્તારમાં અનેક ધાર્મિક, સામાજિક અને લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિથી ધમધમતા જીવન સંધ્યા સિનિયર સિટીઝન મંડળ તથા જય જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ તથા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી અને લોહાણા મહાજન ટ્રસ્ટી મથુરાદાસ ઓધવજીભાઈ રાયચુરા (મનુભાઈ)(ઉં.78)ને સવારે હૃદય રોગનો તીવ્ર હુમલો આવતાં અવસાન થયું છે.

તાલાલા શહેરમાં સિનિયર સિટીઝન મંડળ તથા લોહાણા મહાજન ટ્રસ્ટનાં માધ્યમથી સ્વર્ગસ્થ મનુભાઈએ અનેક ધાર્મિક, સામાજિક અને લોક ઉપયોગી સેવાકીય કાર્યો દ્વારા તમામ સમાજના લોકોમાં આદરમાન પ્રાપ્ત કર્યું હતું. શહેરના લોકપ્રિય વરિષ્ઠ અગ્રણીનાં દુ:ખદ અવસાનના સમાચાર વાયુ વેગે શહેરમાં પ્રસરતા સર્વત્ર ગમગીની પ્રસરી ગઈ છે. સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં સર્વ સમાજ તથા સર્વ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તાલાલા ગીર: તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામના રહીશ હમીરભાઈ ટપુભાઈ વરૂ (િનવૃત્ત જાવંત્રી હાઇસ્કૂલ)(ઉં.63) તે મહેશભાઈ તથા પરેશભાઈના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ને ગુરુવારે સવારે 8થી સાંજે 5 સુધી તેમનાં નિવાસસ્થાન, માધુપુર ગીર ખાતે રાખેલ છે.

તાલાલા ગીર: તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામનાં રહીશ જયાબેન સવજીભાઈ વિસાણી (ઉં.70) તે મુકેશભાઈનાં માતુશ્રીનું તા.9મીએ અવસાન થયું છે. બેસણું તા.14ને શનિવારે રાખેલ છે.

તાલાલા ગીર: તાલાલા લોહાણા મહાજન ટ્રસ્ટી, તાલાલા બાલકૃષ્ણ હવેલીના ટ્રસ્ટી તથા જય જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ મથુરાદાસ ઓધવજીભાઈ રાયચુરા (મનુભાઈ)(ઉં.78) તે સ્વ.પ્રભુદાસભાઈ (મેંદરડા) તથા સ્વ.દુર્લભજીભાઈ (જેતપુર)ના નાનાભાઈ તથા કાંતિભાઈના મોટાભાઈ તથા જીતેન્દ્રભાઈ (વેરાવળ) તથા ધર્મેન્દ્રભાઈ (આર.ટી.ઓ.વાળા) તથા ભાવનાબેન અશોકકુમાર જીમુલિયા (પાટણ)ના પિતા તથા ડો.અખીલ તથા દર્શિલના દાદા તથા સ્વ.નાનાલાલ માવજીભાઈ રંગપરિયા (જામવાળા)ના જમાઈનું તા.9મીએ અવસાન થયું છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.12ને ગુરુવારે સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી, તાલાલા ખાતે રાખેલ છે.

કોડીનાર: નિરુપમ નાથાલાલ શાહ (ઉં.57)(નાગરિક બેન્ક કર્મચારી) તે અશોકભાઈ, જયુબેન નાથાલાલ શાહ (વેરાવળ) અને કુસુમબેન ભરતભાઈ શાહ (મુંબઈ)ના નાનાભાઈ તથા નિશીબેનના પિતાનું તા.9ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.10ને મંગળવારે સવારે 9 કલાકે તેમનાં નિવાસસ્થાન મહેતા ખીડકી, ઘી કાંટા રોડ, કોડીનાર ખાતેથી રાખી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક