• મંગળવાર, 25 જૂન, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ : મનીષભાઈ નાનજીભાઈ સીણોજિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 334મું ચક્ષુદાન થયેલ છે. મે 23 મહિનામાં છઠ્ઠું ચક્ષુદાન થયેલ છે.

જેતપુર: પાંચપીપળાના વશરામભાઈ ખીમજીભાઈ બગડાના પત્ની જયાબેન (ઉ.50) તે હિતેષભાઈના માતૃશ્રીનું તા.22ના અવસાન થયું છે.

અમરેલી: બળેલ પીપરીયા નિવાસી મનુભાઈ શિવશંકરભાઈ ભટ્ટ (ઉ.73) તે સ્વ.નટુભાઈ, કમળાબેન જાનીના ભાઈ, તે કૃષ્ણભાઈ, દક્ષાબેન, સુમીતાબેન, મનીષાબેનના પિતાશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6, નારાયણ નગર, લાઠી રોડ, અમરેલી છે.

અમરેલી: પાણીયા નિવાસી તોગુભાઈ ખોડભાઈ વાળા (ઉ.76) તે દાદભાઈના ભાઈ, તે ભાભલુભાઈ, ભરતભાઈના કાકા, તે ગૌતમભાઈના મોટા બાપુનું તા.23ના અવસાન થયું છે.

રાજકોટ: ખવાસ ઉષાબેન મકવાણા તે ટપુભાઈ મકવાણાના પત્ની, તે પંકજભાઈ, રૂપલબેન, ક્રિષ્નાબેન, દિપ્તિબેન, ટીનુબેનના માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 5 થી 6-30, તેમના નિવાસ સ્થાને, હુડકો ક્વાર્ટર નં.17, સાંઢીયા પુલ પાસે, જામનગર રોડ, રાજકોટ છે.

વાંકાનેર: લાલજીભાઈ કાનજીભાઈ મકવાણાના પુત્ર પ્રકાશભાઈ (કાળુભાઈ) (ઉ.46) તે કેવલ, ગોપી તથા પ્રગતિના પિતાશ્રી, તે પ્રવિણભાઈ, મહેશભાઈના ભાઈ, તે મોરબી નિવાસી અંબારામભાઈ ખોળાભાઈ ભાદ્રેશાના જમાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના તેમના નિવાસ સ્થાને દિગ્વિજયનગર (પેડક), વાંકાનેર ખાતે છે.

રાજકોટ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ.ધર્મિષ્ઠાબેન ભટ્ટ (ઉં.42) તે દેવાંગ નીતિનભાઈ ભટ્ટનાં પત્ની, રિટાયર્ડ કોર્ટ રજિસ્ટ્રાર નીતિનભાઈ ભટ્ટનાં પુત્રવધૂ, પરાગભાઈનાં ભાભીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના ગુરુવાર સાંજે 5થી 6 પંચનાથ મહાદેવનાં મંદિર હરિહર ચોક શ્રીરાધાકૃષ્ણ હોલમાં છે.

પોરબંદર : ડો.કિર્તિબેન મુકુંદરાય જાની (ગોઢાણીયા મહિલા કોલેજના અધ્યાપક) (ઉં.61) તે દિનેશભાઈ છોટાલાલ જોષી (રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીના નિવૃત્ત અધિકારી)નાં પત્ની, શ્યામભાઈ (કેનેડા)નાં માતુશ્રીનું તા.22નાં અવસાન થયું છે. બેસણું તા.25ના 4થી 6 ગોપનાથ પ્લોટમાં આવેલા ગોપનાથ મહાદેવ મંદિરે છે.

આટકોટ : ઔ.ગુ.સા.બ્રાહ્મણ અનસુયાબેન (બાવલીબેન) વિનોદરાય ઠાકર (ઉં.74) તે સ્વ.ડો.લક્ષ્મીશંકર (લખુદાદા વૈદ્ય) પંચોલીનાં પુત્રી, ડો.સુરેશભાઈ, અશ્વિનભાઈ, પ્રતાપભાઈ, કનુભાઈ, હિતેશભાઈ, નિર્મલાબેન અરવિંદકુમાર ભટ્ટ (સુરેન્દ્રનગર), વર્ષાબેન, નીતાબેન કિરીટકુમાર શુકલ (રાજકોટ)નાં બહેન, સ્વ.વિક્રમભાઈ વિનોદરાય ઠાકર, પન્નાબેન, બિંદુબેન પ્રદીપકુમાર ત્રિવેદી (મોરબી)નાં માતાનું તા.23ના અવસાન થયું છે. સાદડી તા.25ના સાંજે 4થી 6 વીરબાઈ મા હોલ, લુહારશેરી, આટકોટ, તા.જસદણ છે.

રાજકોટ : કુસુમબેન મણીલાલ પાટડીયા તે હાલ વડોદરાના સ્વ.મણીલાલ ત્રિકમલાલ પાટડિયાનાં પત્ની, સ્વ.પોપટલાલ મોહનલાલ રાણપરા (મોહનલાલ સંઘજી)ની પુત્રીનું વડોદરા મુકામે અવસાન થયું છે. પિયરપક્ષનું બેસણું તા.26ના સાંજે 5થી 6, વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથપરા, રાજકોટ છે.

રાજકોટ : સ્વ.ભાયલાલ પોપટલાલ ખંધડિયાનાં પત્ની ધનકુંવરબેન (ઉં.89) તે પ્રફુલ્લાબેન ખંધડિયા, મધુસુદન કોટક. સ્વ.વ્રજલાલ અરોડા, સુનિલકુમાર ગઢીયાનાં સાસુ, સ્વ.પંકજભાઈ, રાજેશભાઈ, ગીતાબેન કોટક, મધુબેન અરોડા તથા મીનાબેન ગઢીયાનાં માતુશ્રી, રવજીભાઈ મીરાણી (ગોંડલ)ની પુત્રીનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું પિયર પક્ષની સાદડી તા.25ના સાંજે 5 વાગે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ જાનીની વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક