• શનિવાર, 25 એપ્રિલ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: તરુણાબેન કિર્તીભાઈ શાહનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદા થયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 843 ચક્ષુદાન થયું છે.

રાજકોટ: સોની હસમુખલાલ શિવલાલ પારેખ (જીલરિયાવાળા) (ઉં.83) તે સોની મણીલાલભાઈ, ચંદુલાલભાઈ, નરભેરામભાઈના ભાઈ, દીપકભાઈ, ભરતભાઈ, યોગેશભાઈ, દીપકભાઈ, ભરતભાઈ, યોગેશભાઈ, ભુપતભાઈ, ઉષાબેન, સુશીલાબેનના પિતા, નાગડાવાસવાળા સોની માવજીભાઈ લક્ષ્મીચંદભાઈ રાઘનપુરાના જમાઈનું અવસાન થયું છે. બેસણું તા. 24ને સવારે 10 થી 11.30 રાખેલ છે.

જેતલસર: જેતલસર જંકશન નિવાસી બ્લોચ નૂરમહમદભાઈ (ઉ.69) તે ઉમરભાઈ નજરમહમદભાઈ બ્લોચના પુત્ર, નિવૃત્ત લોકો પાયલોટ ઈબ્રાહિમભાઈ, અબ્દુલભાઈ, રાજુભાઈ, માજી સરપંચ હનીફભાઈના મોટાભાઈનું તા.ર3 ના અવસાન થયુ છે. જિયારત તા.રપ ને શનિવારે પુરુષોની જુમ્મા મસ્જિદ, કટકા વિસ્તાર, મહિલાઓની તેમના નિવાસ સ્થાને છે. દરેક ધર્મના લોકો માટેનું બેસણુ તા.રપ ના સાંજે 4 થી 6, બાલકેશ્વરનગર, ઈબ્રાહીમભાઈ બ્લોચના નિવાસ સ્થાને છે.

જામનગર: સ્વ.ઈન્દુલાલ જગજીવન ગણાત્રાના પત્નિ લતાબેન (ઉ.91) તે સતીષભાઈ, સ્વ.હરેશભાઈ તેમજ નયનાબેન શૈલેષભાઈ મસરાણી (અમરેલી)ના માતાનું તા.ર3 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર4 ના પ થી પ.30 ભાઈઓ, બહેનો માટે પાબારી હોલ ખાતે સેલર ફ્લોરમાં છે.

કોડીનાર: ધીરજબેન કાંતિલાલ ખંધેડીયા (ઉ.77) તે કાંતિલાલ નાગજીભાઈ ખંધેડીયાના પત્ની, સ્વ.પ્રદીપભાઈ, મૃદુલાબેન રાજપોપટ (વેરાવળ), વિજયભાઈ ખંધેડીયાના માતા, સાગર, અંકિત અને વિશેષના દાદીમા તેમજ પ્રફુલભાઈ, કિરીટભાઈ, મુકેશભાઈ તન્ના (ઉના)ના મોટાબેનનું તા.ર3 ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી, પ્રાર્થનાસભા તા.ર4 ના સાંજે પ થી 6.30 સુધી જંગલેશ્વર મહાદેવ મંદિરે છે.

રાજકોટ: કારડિયા રાજપૂત અમિત ઉદેસિંહ ચૌહાણ (ઉં.48) તે પ્રીત, ક્રિનાના પિતા, અલકાબેનના પતિ, આર્યસમાજવાળા નટવરસિંહના જમાઈનું તા.ર3 ના અવસાન થયું છે. બેસણુ તા.ર4 નાં સાંજે પ થી 7 સરદારનગર કોમ્યુનિટી હોલ, અલકા સોસાયટી મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ છે.

સાવરકુંડલા: પ્રવિણચંદ્ર જેઠાલાલ અજમેરા (ઉં.84) તે શૈલેષભાઈના પિતા, ચીમનભાઈના ભાઈનું તા.ર0 ના અવસાન થયું છે. બેસણુ તા.ર4 ના સવારે 10.30 થી 1ર કલાકે કમાબાપા દોશી વાડી, દેરાસર શેરી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: જયાબેન ભીમજીભાઈ પરમાર (ઉ.97) તે ભરતભાઈના માતાનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ તા.ર4 ના સાંજે 4 થી 6 પારેખવાડી કોર્નરવાડી ઉપરનો વિભાગ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: કિશોરચંદ્ર નાનજીભાઈ પટેલ (કાનાણી) તે લાભુભાઈ, દિનેશભાઈ, મહેશભાઈના ભાઈનું તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ તા.રપ ના સવારે 8 થી 11 પટેલ વિદ્યાર્થી આશ્રમ (પટેલ બોર્ડિંગ) રેલ્વે સ્ટેશન સામે, સાવરકુંડલા છે.

જામનગર: હાલારી ભાનુશાળી જેનિસ અજયભાઈ નંદા (ઉ.14) નું તા.ર3 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર4 ના બપોરે 4.30 થી પ બહેનો માટે તેમજ પ.30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, ભાનુશાળી રોડ, હવાઈ ચોક, જામનગર છે.

જામનગર: શ્રદ્ધાબેન આહ્યા તે નૈષધભાઈ આહ્યા (લાલાભાઈ ગેરેજ) ના પત્ની, કાંતિલાલ ચંદ્રકાંત આહ્યાના પુત્રવધૂ, જીયા, સાક્ષીના માતા, કિરણબેન જયેશભાઈ ઠકરારના પુત્રીનું તા.રર ના અવસાન થયું છે. ઉઠમણુ, પિયરપક્ષની સાદડી તા.ર4 ના સાંજે પ થી પ.30 દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

જામનગર: શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ સ્વ.િકરીટકુમાર દલપતરામ જાનીનું અવસાન થયું છે. બેસણુ તા.ર4 ના સાંજે પ થી 6 નિવાસ સ્થાનની પાસે, નવગ્રહના મંદિરે, જામનગર છે.

અમરેલી: પ્રાણલાલ વૃજલાલ પંડયા (ઉં.83) તે જીજ્ઞેશભાઈ, વિરેન્દ્રભાઈ, સંદીપભાઈના પિતાનું તા.રર ના અવસાન થયું છે. બેસણુ તા.રપ ના સાંજે 4 થી 6 પનીહારી સોસાયટી સ્કૂલ પાછળ, ચક્કગઢ રોડ, અમરેલી છે.

જૂનાગઢ: દુર્ગાશંકર જયસુખલાલ જોષી (િનવૃત્ત ડી.આઈ.એલ.આર. અને સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ), જયકાંત દુર્ગાશંકર જોષી (જી.એસ.એફ.સી.એલ.), હર્ષિદાબેન ભાષ્કરભાઈ જાની (િનવૃત શિક્ષક, કોટડા-સાંગાણી), અલ્કાબેન ભાષ્કરભાઈ જાની પોરબંદરના પિતા, કેવિન જયકાંત જોષી (પુના), પૂજાબેન કર્તવ્ય જોષીપુરાના દાદા, ભાષ્કર ઈશ્વરભાઈ જાની (િનવૃત્ત માધ્યમિક શિક્ષક-કોટડા સાંગાણી), ભાષ્કર રસીકભાઈ જાની (માલદેજી ઓડેદરા કોલેજ લાઈબ્રેરીયન-પોરબંદર), ચંદ્રિકા જયકાંત જોષીના સસરા, ચાર્મી (પૂજા), કેવિન જોષી, કર્તવ્ય વસંતભાઈ જોષીપરાના દાદાજી સસરાનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ/સાદડી તા.ર4 ને શુક્રવારે સાંજે 4 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, ગિરિરાજ સોસાયટી નં.ર, બસ સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક