• શનિવાર, 25 એપ્રિલ, 2026

દેશમાં ચોમાસું વહેલું બેસી જશે

ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર : દેશના હવામાન તંત્રનો શુભ વર્તારો :       25 મે સુધી આવી શકે છે

 

નવી દિલ્હી, તા. 24 : દેશના વિવિધ ભાગોમાં પારો 44 અને ક્યાંક તો 45 ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે અને હવામાન તંત્રએ આવનારા દિવસોમાં ગરમી વધવાની ચેતવણી આપી છે ત્યારે ઉકળાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચાર એક મળી રહ્યા છે કે , ભારતમાં ચોમાસું વહેલું આવશે.

ચાલુ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના સામાન્ય સમયથી પહેલાં આવી શકે છે. મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના અનેક ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે.

યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટના અનુમાન અનુસાર ચોમાસાની વહેલી અને સારી શરૂઆતનો સંકેત મળે છે.

વીતેલા વર્ષ 2025માં  અનુમાન હતું કે,  ચોમાસું 27થી 29 મે વચ્ચે કેરળ પહોંચશે પરંતુ તેનાથી વહેલું આવી ગયું હતું.

એ જ રીતે આ વખતે પણ ચોમાસું નિયત સમયથી વહેલું આવવાનો વર્તારો છે.  અંદમાન અને નિકોબારમાં ચોમાસું  સૌથી પહેલું પહોંચે છે. આ વખતે 18થી 25 મે વચ્ચે આવી શકે છે.

હિન્દ મહાસાગરથી આવતી તમામ હવાઓ તેજ થઈ રહી છે. જે બંગાળની ખાડી અને અંદમાન સાગરની ઉપર આવી રહી છે.

આ વખતે તીવ્ર ગરમીની અસર પણ ચોમાસાં પર પડી શકે છે. કોઈ મોટો બદલાવ ન થાય તો 25 મે સુધીમાં ચોમાસું આવી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક