• શનિવાર, 25 એપ્રિલ, 2026

અમદાવાદમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનો રોડ શો

ગરમી વચ્ચે બાપુનગરથી નિકોલ સુધી ખુલ્લી જીપમાં યોજાયો રોડ શો

 

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા.24 ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. મતદારોને રિઝવવા માટે ભાજપ દ્વારા કોઈ જ કસર બાકી ના રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા સાથેનો મેગા રોડ-શો યોજાયો હતો.

ભાજપના રોડ-શોનો શ્યામ શિખર ચાર રસ્તાથી પ્રારંભ થયો હતો. ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર એપ્રોચ, લીલાનગર, ખોડિયાર નગર રોડ, 80 ફૂટ રોડ બેટી બચાવો સર્કલ થઈ 80 ફૂટ રોડ ખોડિયાર મંદિર ખાતે આ રોડ-શોનું સમાપન થયું હતું. રોડ-શોના સમગ્ર રૂટ દરમિયાન યુવાઓ, મહિલાઓ અને વડીલો સહિત સૌ નાગરિકોએ પુષ્પવર્ષા કરી ભુપેન્દ્ર પટેલ તથા જગદીશ વિશ્વકર્માને આવકાર્યા હતા. રોડશોમાં 1000થી વધુ બાઈક અને 150 જેટલી કારનો વિશાળ કાફલો જોડાયો હતો.  ખુલ્લી જીપમાં સવાર થઈને મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષે સૌ નાગરિકોનું અભિવાદન ઝીલી ભાજપને અભૂતપૂર્વ સમર્થન દર્શાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક