પ.બંગાળમાં વડાપ્રધાનના પ્રહાર: અમિત શાહે કહ્યું, ચોથી મેના અમારી સરકાર
નવી દિલ્હી, તા.24 : શુક્રવારે
પશ્ચિમ બંગાળના ડમડમ અને જાદવપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ રેલીઓ યોજી હતી. તેમણે કહ્યું
હતું કે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નો દીવો બુઝાઈ રહ્યોઁ છે. બંગાળમાં પરિવર્તનની લહેર
ફેલાઈ રહી છે, અને પ્રથમ તબક્કાના મતદાને આ હકીકતને મજબૂતીથી સાબિત કરી દીધી છે.
મહિલા અનામતના મુદ્દા પર બોલતાં,
પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ રાજ્યની દીકરીઓના સપનાઓને કચડવા દેશે નહીં.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓની સલામતી અને સુરક્ષા પાર્ટી માટે ટોચની પ્રાથમિકતા
રહેશે.
આ પહેલાં, દિવસની શરૂઆતમાં, ગૃહમંત્રી
અમિત શાહે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જાહેરાત કરી હતી કે ચોથી મેના અમારી સરકાર
રચાશે. તેમણે ઉમેર્યું હતું કે બંગાળનો આગામી મુખ્યમંત્રી રાજ્યમાં જન્મેલો વ્યક્તિ
હશે. બસ, તે ‘દીદીનો ભત્રીજા’‘ નહીં હોય.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુરુવારે,
બંગાળમાં મતદાનના પ્રથમ તબક્કામાં 152 બેઠકો ઉપર 92.72 ટકાનું વિક્રમી મતદાન જોવા મળ્યું
હતું. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાવાનું છે અને પરિણામો 4 મેના જાહેર થવાના
છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું
હતું કે પાર્ટીનો ઉદ્દેશ્ય દરેક સરકારી યોજનામાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે.