• શનિવાર, 25 એપ્રિલ, 2026

સદીવીર સંજૂ સેમસન ઓરેન્જ કેપ રેસમાં સામેલ

મુંબઇ, તા.24: ગઇકાલના મેચમાં મુંબઇ ઇન્યિન્સ વિરુદ્ધ  ચેન્નાઇ સુપર કિંગ્સનો 103 રને મહાવિજય થયો હતો. આ મેચમાં સીએસકે તરફથી સંજૂ સેમસને શાનદાર અણનમ સદી ફટકારી હતી. આથી તે ઓરેન્જ કેપની રેસમાં સામેલ થયો છે. તેના ખાતામાં બે સદીથી કુલ 293 રન છે અને ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર ત્રીજા સ્થાને છે. સનરાઇઝર્સની જોડી અભિષેક શર્મા (323) અને હેનિરક કલાસેન (320) પહેલા-બીજા નંબર પર છે. 26પ રન સાથે શુભમન ગિલ ચોથા નંબર પર છે. તેની ટીમ ગુજરાત ટાઇટન્સ આજે આરસીબી સામે ટકરાશે. આ મેચમાં તેની પાસે આગળ થવાનો મોકો બની રહેશે. કોહલી 230 રન સાથે 6 નંબર પર છે. તે પણ મોટી ઈનિંગ સાથે ટોપ થ્રીમાં એન્ટ્રી કરી શકે છે.

પર્પલ કેપ લીડર બોર્ડમાં સીએસકેનો અંશુલ કમ્બોજ 14 વિકેટ સાથે ફરી નંબર વન બોલર બન્યો છે. પ્રિંસ યાદવ 13 અને ઇશાન મલિંગા 12 વિકેટ સાથે તેના પછીના ક્રમે છે.

ઇ-પેપરના નવા શુલ્ક