• શનિવાર, 27 જુલાઈ, 2024

અવસાન

ચક્ષુદાન

રાજકોટ: કલકત્તા નિવાસી (હાલ રાજકોટ) નટવરલાલ નરોત્તમદાસ ભણશાલી (ઉં.83) તે રંજનબેન નટવરલાલ ભણશાલીના પતિ, ભરતભાઇ નટવરલાલ ભણશાલી, રીનાબેન દીપકભાઇ મહેતાના પિતા, પ્રિતી ભરતભાઇ ભણશાલીના સસરા, અજયભાઇ પ્રવીણચંદ્ર શાહ, મિતેષભાઇ પ્રવીણચંદ્ર શાહ, પૂર્વી અજયભાઇ શાહ, પારૂ મિતેષભાઇ શાહના કાકા, ખ્યાતી પ્રિતેષકુમાર મહેતા, જીનલ, પ્રિયંકા, ખુશીના દાદાનું તા.તા.7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.11ના સવારે 9-30થી 11-30 મહેનત, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, શેરી નં.5, રાજકોટ ખાતે રાખેલ છે. સ્વર્ગસ્થના ચક્ષુનું દાન કરાયું છે.

રાજકોટ: જૈન પરિવાર બેંગ્લોર નિવાસી સ્વ. કિશોરભાઇ મોહનલાલ શેઠ રાજકોટ અને પાલિતાણા ધાર્મિક ઉત્સવ માટે આવેલ રાજકોટ ખાતે અવસાન થતા પુત્ર, પીયૂષભાઇ શેઠ અને વેવાઇ પ્રશાંતભાઇ મહેતાની સહમતીથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ માનદ મંત્રી અપૂર્વ ભાઇ મોદીના પ્રયાસથી ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો. ચક્ષુદાન જૈન સોશિયલ ગ્રુપના આશ્રય કમિટી ચેરમેન આઇ,  ડોનેશન ઉપેનભાઇ મોદી, વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શન મુકેશભાઇ દોશી અને કન્વીનર અનુપમભાઇ દોશી દ્વારા ચક્ષુદાન કરાવવામાં આવેલ.

રાજકોટ: મૂળ ધૂળકોટ નિવાસી હાલ રાજકોટ કાંતિભાઈ શામજીભાઇ ધનાણી (ઉં.66)તે ચેતનભાઇના પિતાશ્રી, રમેશભાઇ ધનાણીના નાના ભાઇનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6, બાલા હનુમાનજી મંદિર, પાણીના ટાંકા પાસે, બ્રહ્માણી હોલની સામે, કોઠારિયા રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રહ્મણ સ્વ. કાંતિલાલ અમૃતલાલ ભટ્ટનાં પત્ની શારદાબેન (ઉં.83)તે ચંદ્રકાંતભાઇ અને કિરીટભાઇનાં માતુશ્રીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણુ: સાદડી તા.12ના સાંજે 4થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, ગિરિરાજ સોસાયટી, જૂનાગઢ છે.

લીલાખા: ગોંડલ તાલુકાના લીલાખાના ભાદર ઇરીગેશનના નિવૃત્ત સિવિલ ઇજનેર પી. પી. બલદાણિયાના ભાઇ મોહનભાઇ પોપટભાઇ બલદાણિયા (ઉં.66)તે ધનીબેનના પતિ, સુભાષભાઇ, કમલેશભાઇના પિતાશ્રીનું અવસાન થતાં લીલાખા પંથકમાં શોક ફેલાયો હતો. લીલાખા ગામે સ્વયંભૂ બંધ પાળી શોકાંજલિ અર્પી હતી. સ્વ. મોહનભાઇ નવદુર્ગા ગરબી મંડળના સેવા કર્મી સાથે પરોપકારી હતા. ગરબી મંડળના ધીરૂભાઇ ધામેલિયાએ ગરબી મંડળને ન પુરાય તેવા સેવકની ખોટ ગણાવી હતી.

રાજકોટ: મૂળ આણંદપુર નિવાસી હાલ રાજકોટ મોઢવણિક સ્વ.નટરવલાલ લક્ષ્મીચંદ પારેખના પત્ની રેખાબેન (ઉં.80) તે વિપુલભાઈ, સ્વ.પન્નાબેન મીલનભાઈ પારેખ (સુરત), વર્ષાબેન શાંતિભાઈ તંતી (રાજકોટ), નયનાબેન સુનિલભાઈ પરીખ, મીનાબેન મનીષભાઈ પરીખ (સુરેન્દ્રનગર)ના માતુશ્રી, સ્વ.વ્રજલાલભાઈ, સ્વ.જયંતીભાઈ નાનાભાઈના પત્ની, રમેશભાઈ અને કનુભાઈના ભાભી, હિરેન અને યોગેશના ભાભુ, માર્શલ, જોય, માહી, પૂર્વના નાની, આર્યનના દાદીનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.1રના બપોરે 4થી 6, દરમિયાન મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ રજપૂતપરા માલવિયા ચોક, પાસે રાજકોટ છે. મો.નં.98257 56302.

રાજકોટ: શામજીભાઈ ચનાભાઈ સાવલિયા (ઉં.70)તે ચંદ્રેશભાઈ, વિપુલભાઈ, પ્રજ્ઞેશભાઈના પિતાશ્રીનું અવસાન થયું છે. બેસણુ તા.12ના સવારે 8.30થી 10.30 શ્યામલ ઉપવન કોમ્યુનિટી હોલ, મવડી કણકોટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ચાતુર્વેદી મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ મૂળ ગામ લૈયારા હાલ રાજકોટ હિંમતલાલ ઉમિયાશંકર દવે (ઉં.70)તે સ્વ. ઉમિયાશંકર શિવશંકર દવેના પુત્ર, નવલશંકર, રમેશચંદ્ર દવેના લઘુબંધુ, દુષ્યંત દવેના પિતાશ્રી, ઝેયાન દવેના દાદા, નીતાબેન દવેના પતિ, કરુણાશંકર રેવાશંકર ત્રવાડી ગામ સુખપર (રોહા) કચ્છના જમાઈનું તા.8-રના અવસાન થયું છે. ઉઠમણું, સ્વસુર પક્ષનું બેસણું તા.1ર-રના સાંજે 4થી પ, ચા.મ.મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, ‘ગુલાબવાડી’ મીલપરા મેઈન રોડ, શેરી નં.1/ર, રાજકોટ છે.

મોટી કુંકાવાવ: મનુભાઈ વલ્કુભાઈ બસિયા (ઉં.68)તે નાજભાઈ, દિલુભાઈ, હકુભાઈ, ડી.વી.બસિયા (િનવૃત્ત ડીવાયએસપી), રાજુભાઈ (અધ્યાપક કચ્છ યુનિવર્સિટી)ના મોટાભાઈ, દીપકભાઈ, ભગીરથભાઈના પિતાશ્રીનું તા.9-રના અવસાન થયું છે.

પોરબંદર: નયનભાઈ ભીખુભાઈ ચાવડા (ઉં.પ6)તે શુભમ, મિરાલી સાગરભાઈ ખેરના પિતાશ્રીનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રના 3થી 4 ખવાસ જ્ઞાતિની વાડીમાં છે.

રાજકોટ: દશા મોઢ માંડલિયા મૂળ જસદણ હાલ રાજકોટ હર્ષદભાઈ જગજીવનભાઈ ધારૈયાના પુત્ર ભાવેશકુમારનું તા.10ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું સોમવાર તા.1રના સાંજે 4 થી પ છે. મો.નં.9પપ88 1798પ, 9408પ રપ168.

ગોંડલ: (કચ્છી ભાટિયા) પરસોત્તમભાઈ ઉદેશી તે મહેન્દ્રભાઈ, ત્રિકમદાસ, સ્વ.ભગવાનદાસ, સ્વ.મીનાબેન મોહનભાઈ આશરના ભાઈ, રીટાબેન યોગેશ, જયેશના પિતા, સ્વ.રૂપચંદભાઈ ગાંધી (કચ્છ માંડવી)ના જમાઈ, પ્રતીક, યશ અને જીગરના દાદાનું તા.9/રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11નાં સાંજે 4.30થી પ.30 રામેશ્વર મહાદેવ મંદિર, ભાટિયાવાળી સામે, મહાદેવવાડી ખાતે છે.

ધોરાજી: ભરતભાઈ જેન્તીલાલ શાહ (િચતલિયા) (ઉં.77) તે સ્વ.મીનાબેન, સ્વ.િકરણભાઈ, નિખિલભાઈ, શ્રીલેખાબેનના ભાઈ, વિશાલભાઈ, અનુપમાબેન, ઉર્જાબેનના પિતાશ્રીનું અવસાન થયું છે. ઉઠમણું/બેસણું તા.1રના સાંજે 4થી પ.30 ગાંધીવાડી, સ્ટેશન પ્લોટ, ધોરાજી છે.

રાજકોટ: ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ પ્રાર્થનાબહેન ઉપાધ્યાય (ઉં.68)તે પ્રફુલ્લચંદ્ર ભાનુશંકર ઉપાધ્યાયના પત્ની, હરીશ ઉપાધ્યાય, દર્શન ઉપાધ્યાયના માતુશ્રી, સ્વ.િકરીટભાઈ, બીપીનભાઈ, સ્વ.િહતેષભાઈના ભાભી, મોરબી નિવાસી સ્વ.ઉમિયાશંકર રણછોડલાલ ત્રિવેદીની પુત્રી, સરોજબેન, નીતાબહેન, સુધાબહેન અને રાજુભાઈ ત્રિવેદીના બહેનનું તા.9ના અવસાન થયું છે. કુટુંબ પક્ષનું ઉઠમણું, પિયર પક્ષનું બેસણુ તા.1રના 4.30થી પ.30 ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, ચંદનપાર્ક, મેઈન રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક