રાજકોટ, તા. 5(ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન નવેમ્બરના અંત સુધીમાં 90,580 ટન થયું હોવાનું ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કો ઓપરેટિવ સુગર ફેક્ટરીઝે જણાવ્યું છે. સંસ્થાના એક હોદ્દેદાર કહે છે, ગુજરાતની બાર ખાંડ મિલો ચાલુ થઈ ચૂકી છે અને ઉત્પાદનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ચાલુ મોસમમાં મહુવા મિલે 26 ઓક્ટોબરથી પીલાણનો આરંભ કર્યો હતો અને છેલ્લે 12 નવેમ્બરે પાંડવાઈ મિલ શરૂ થઈ છે. આમ, અત્યારે તમામ મિલોમાં કામકાજનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સંસ્થાના એક હોદ્દેદાર કહે છે
કે, ગુજરાતમાં અત્યારે બાર ખાંડ મિલો ચાલુ થઈ ચૂકી છે અને ત્યાં 11,54,891 ટન શેરડીનું
પીલાણ કરી લેવામાં આવ્યું છે. સીઝનમાં અત્યાર સુધીમાં 90,580 ટન ખાંડ બનાવવામાં આવી
છે. જેની રિકવરી અત્યાર સુધી 7.84 ટકાની મળી છે. ગયાં વર્ષના 7.58 ટકા કરતા રિકવરીમાં
થોડો સુધારો આવ્યો છે. ગુજરાતમાં તમામ ખાંડ મિલોની દૈનિક ઉત્પાદન ક્ષમતા 58,300 ટનની
છે.
ખાંડ સંગઠનના અહેવાલ પ્રમાણે
સૌથી વધારે ઉત્પાદન બારડોલી ખાંડ ફેક્ટરીમાં 14,860 ટન થયું છે. બારડોલીમાં
1,82,225 ટન શેરડીનું પીલાણ કરવામાં આવ્યું છે અને રિકવરી 9.16 ટકાની પ્રાપ્ત થઈ છે.
મહુવા મિલ ગુજરાતમાં બીજા ક્રમની સૌથી મોટી મીલ છે જ્યાં 11,110 ટનનું ઉત્પાદન 26 ઓક્ટોબરથી
30 નવેમ્બર સુધીમાં થયું છે. જ્યાં દૈનિક 3500 ટન ખાંડ બનાવવાની ક્ષમતા છે.
મઢી મિલમાં 9320 ટન, નર્મદામાં
9058 ટન, ગણદેવીમાં 8597 ટન, ચલથાણમાં 7815 ટન, સાયણમાં 9580 ટન, ઉકાઇમાં 1469 ટન,
ગણેશમાં 3660 ટન, કામરેજીમાં 6045 ટન, કોપરમાં 4046 ટન અને પાંડવાઇ મીલમાં 4925 ટન
ખાંડ ઉત્પાદન થયું છે.
ગુજરાતની તમામ મીલોમાં પાછલા
વર્ષે 9 લાખ ટન ખાંડ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સીઝન હજુ શરૂ જ થઈ છે ત્યારે 10
ટકા જેટલું ઉત્પાદન સંપન્ન થયું છે. ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં સૌથી વધારે ખાંડ ઉત્પાદન
ક્ષમતા ધરાવતી મીલ બારડોલીની છે, જ્યાં 10 હજાર ટન ખાંડ બની શકે છે. સૌથી ઓછી ક્ષમતા
2500 ટન કોપર અને ઉકાઇ મીલની છે.
--