તા.4 માર્ચે ધૂળેટીની રજાના દિવસે જ ગોઠવેલા ધો.10-12ના પેપર 17 અને 18 માર્ચના લેવાનું જાહેર કરાયું
રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો
આજે રાત્રિના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ લતયબ.જ્ઞલિ પર ભરી શકાશે
અમદાવાદ, તા.5 : ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની
આગામી બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં ગંભીર છબરડો
સામે આવ્યો હતો. બોર્ડે 4 માર્ચ ધુળેટીની જાહેર રજાના દિવસે જ અનેક વિષયોની પરીક્ષા
રાખતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસમંજસ સર્જાયું હતું. જોકે બોર્ડે પોતાની આ ભૂલ
સુધારીને ધુળેટીની રજા સામે નવી તારીખ જાહેર કરી છે.
તા.4 માર્ચે બોર્ડ દ્વારા ધોરણ
10માં સામાજિક વિજ્ઞાનનું બોર્ડ પેપર, ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર
અને નામાના મૂળ તત્વોનું પેપર તથા ધોરણ 12 (િવજ્ઞાન પ્રવાહ)માં જીવ વિજ્ઞાનનું પેપર
રાખ્યું હતુ. બોર્ડે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરતા પહેલા જાહેર રજાની યાદી પર ધ્યાન
ન આપ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિણામે ધુળેટી જેવા તહેવારની રજાના દિવસે બોર્ડની
પરીક્ષા રાખવામાં આવી હતી. ધો.10ના જે વિષયોની પરીક્ષા 4 માર્ચે યોજાવાની હતી તે હવે
17 અને 18 માર્ચ-2026ના રોજ યોજાશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 18 માર્ચના
રોજ, જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની પરીક્ષા 16 માર્ચ
2026ના રોજ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર
નથી કે બોર્ડે આવી ભૂલ કરી હોય. વર્ષ 2023માં પણ જાહેર રજાને લઈને ટાઈમ ટેબલમાં ગરબડ
થઈ હતી અને વિરોધ બાદ સમયપત્રકમાં ફેરફાર કરાયો હતો. હવે ફરી તેવી જ ભૂલ થવાથી વિદ્યાર્થીઓમાં
નારાજગી ફેલાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ
પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જણાવાયું છે
કે, રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો 7 નવેમ્બર-2025ના રોજ બપોરે 12થી 6 ડિસેમ્બર-2025ના
રોજ રાત્રિના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ લતયબ.જ્ઞલિ પર ભરી શકાશે.
દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો
સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ
મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ
મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહેશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા
સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ
પહોંચવાનું રહેશે.