• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું

વિશાળ મેદની વચ્ચે કોળી સમાજને થયેલ અન્યાય બાબતે રોષ વ્યક્ત થયો : ઋષિ ભારતીબાપુએ તંત્રની કરી આલોચના

(ફૂલછાબ ન્યુઝ)

ભાવનગર, તા.1 :   બગદાણા પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધીયા પર જયરાજ આહિર અને તેમના સાથીદારોએ હુમલો કર્યો હતો. જયરાજ લોક ગાયક કલાકાર માયાભાઈ આયરનો પુત્ર છે. તેના આ કૃત્ય છાવરવાનો પ્રયાસ વગ અને લાગવગ વાપરી કરાયો હોવાના આક્ષેપો વચ્ચે પોલીસતંત્ર અને સરકાર આ બાબતે ગંભીર ન બનતા કોળી સમાજને ન્યાય મળે, સમયસર કાર્યવાહી થાય તે માટે ભાવનગરના અક્ષયપાર્કમાં કોળી સમાજનું સંમેલન યોજાયુ હતું. જેમાં બહારગામથી પણ કોળી સમાજના લોકો અને અન્ય સમર્થકો આવ્યા હતા. આ પ્રસંગે આવેલા ઋષિભારતી બાપુએ જણાવ્યુ હતું કે, કોળી સમાજને ન્યાય મળે અને ભવિષ્યમાં આવુ ન બને તે માટે આજનું સંમેલન મળ્યું છે. જે કામ ત્રણ કલાકમાં થવુ જોઈએ તેમાં રપ દિવસ શા માટે લાગ્યા ? તેમણે તંત્રની આલોચના કરી હતી. નોંધનીય છે કે આ સંમેલનમાં કોળી સમાજના અગ્રણી  પુરૂષોતમ સોલંકી તથા તેમના ભાઈ હીરાભાઈ સોલંકી હાજર રહ્યા ન હતા.

જ્યારે પોલીસે આ બનાવમાં એસ.આઈ.ટી.ની રચના કરી, તેની તપાસ બાદ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી અને કોર્ટ દ્વારા જેલહવાલે મોકલ્યા છે અને હવે તે મામલો તપાસ અને ન્યાયાલયના દ્વાર સુધી પહોંચી ગયો છે, તો હવે આથી વિશેષ કાર્યવાહી કે ન્યાયની અપેક્ષા શં રાખવાની તેવો પ્રશ્ન પણ ચર્ચાઇ રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક