શિક્ષકનું કામ બાળકના ઘડતરનું છે એમને બર્બરતાથી માર મારી અપંગતા તરફ દોરી જવાનું નથી : ગાંધીનગર કોર્ટનું કડક વલણ
ભાર્ગવ પરીખ
અમદાવાદ, તા. ર : સ્કૂલમાં ભણતી
સગીર વિદ્યાર્થિનીને હોમવર્ક નહિ કરવા બદલ માર મારનાર શિક્ષિકાને ગાંધીનગર કોર્ટે ત્રણ
વર્ષની કેદ અને 25 હજારનો દંડ કરતા કોર્ટે નોંધ્યું છે કે શિક્ષકનું કામ બાળકનું ઘડતર
કરવાનું છે નહી કે બર્બરતાથી માર મારવાનું કામ નથી .
ગાંધીનગરની કોર્ટમાં 2020મા દહેગામની
શાળામાં ભણતી કન્યા વિદ્યાલયની નવમાં ધોરણમાં ભણતી 14 વર્ષની વિદ્યાર્થિની વિજ્ઞાનનું હોમવર્ક કરીને
આવી ન હતી , જેના કારણે ગુસ્સે ભરાયેલા વિજ્ઞાનના શિક્ષિકા પારુલ પટેલે અચાનક એને મારવાનું
શરુ કર્યું અને એના કાન પર લાફા માર્યા , વિદ્યાથિનીએ પોતાના કાનમાં દુખાવાની ફરિયાદ
કરી તો એને ક્લાસની બહાર કાઢી મૂકી. સ્કૂલેથી છૂટ્યા બાદ નજીકના ગામ લેકવાડા જઈ પિતા
રમેશભાઈને કાનમાં દુખાવાની ફરિયાદ કરતા દવાખાને સારવાર કરાવતા ખબર પડી કે એના કાનમાં
કાણું પડ્યું હતું . રમેશભાઈએ સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરી પણ પ્રિન્સિપાલે ધુત્કારી
કાઢી શિક્ષિકાનો પક્ષ લેતા એમનણે પોલીસ ફરિયાદ કરી હતી .
ગાંધીનગરની કોર્ટમાં 6 વર્ષ ચાલેલા કેસ બાદ એડિશનલ ચીફ જ્યુડીશિયલ
મેજિસ્ટ્રેટે કડક વલણ અપનાવતા શિક્ષિકા પારુલ પટેલને ત્રણ વર્ષની સજા અને 25 હજારનો
દંડ કરતા નોંધ્યું છે કે શિક્ષકનું કામ બાળકના ઘડતરનું છે એમને બર્બરતાથી માર મારી
અપંગતા તરફ દોરી જવાનું નથી.