• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

જામનગર જીલ્લામાં ાલટઈકનું 10 નગરપાલિકા પાસે 5.15 કરોડનું લેણું

સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કસનાં જોડાણનાં નાણાંની વસૂલાત માટે ખાસ ઝુંબેશ

 

જામનગર, તા.5 : જામનગર પીજીવીએસએલ સર્કલ કચેરી દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી રહેતાં નાણાંની વસૂલાત માટે ખાસ ઝુંબેશ સાથે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જે દરમિયાન 10 નગરપાલિકા પાસેથી સ્ટ્રીટ લાઇટ કનેક્શનો અને વોટર વર્કસ જોડાણોના મળી વીજતંત્રને કુલ રૂ 5.15 કરોડનું લેણું હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ધ્રોલ પાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટનાં 3 જોડાણના કુલ રૂા. 0.04, કાલાવડ પાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટનાં 32 જોડાણના 1.47 લાખ અને વોટર વર્કસનાં 6 જોડાણના 0.04 લાખ, કાલાવડ પાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટનાં 32 જોડાણના 1.47 લાખ અને વોટર વર્કસનાં 6 જોડાણના 2.81 લાખ, સિક્કા પાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટનાં 23 જોડાણના 26.71 લાખ અને વોટર વર્કસનાં 8 કનેક્શનના રૂ 64.72 લાખ, જામજોધપુર પાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટના 9 કનેક્શનના 3.19 લાખ અને વોટર વર્કસનાં 9 કનેક્શનના 0.55 લાખ ગત તા. 31મી ડિસેમ્બરની સ્થિતિએ બાકી હોવાનું જણાવાયું છે જ્યારે ખંભાળિયા પાલિકાના સ્ટ્રીટલાઇટના 20 કનેક્શન પેટે તા. 31મી ડિસેમ્બરની સ્થિતિએ રૂ. 3.63 લાખ, સલાયા પાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટના 9 જોડાણના 2.92 લાખ અને વોટર વર્કસનાં પાંચ જોડાણના રૂ.58.91 લાખ, દ્વારકાના સ્ટ્રીટલાઇટનાં 28 જોડાણના રૂ.1.51 લાખ અને વોટર વર્કસના 6 કનેક્શન પેટે રૂા.0.06 લાખ, જામરાવલ પાલિકા પાસેથી સ્ટ્રીટલાઈટ કનેક્શનનાં 10 જોડાણના રૂા. 3.79 લાખ અને વોટર વર્કસનાં 9 જોડાણના 24.38 લાખ તેમજ ભાણવડ પાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટના વીશ કનેક્શનના રૂા. 6.90 લાખ અને વોટર વર્કસનાં 9 કનેક્શન પેટે રૂા. 0.55 લાખનું લેણું બાકી હોવાનું વીજતંત્રે જણાવ્યું હતું.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 23,039 બાકીદાર દ્વારા 11.06 કરોડની રકમ ભરપાઈ કરી અપાઈ હતી. જયારે 462 વીજ કનેક્શનધારકોનું બાકી રૂા.1.12 કરોડનું લેણું ભરપાઈ ન કરાતા સબંધિતોના જોડાણ કટ્ટ કરાયા હતા જ્યારે હજુ હાલારના બે જિલ્લામાં 90,579 બાકીદારો પાસેથી લેણું રૂા. 39.40 કરોડની વસૂલાત માટે વીજ તંત્રની જુદી જુદી 120 ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક