• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

વડિયામાં SIRના 7 નંબરના ફોર્મનો વિવાદ ફરિયાદ સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

બે નાગરિકે 7 નંબરનું ફોર્મ ભરનાર સામે ફરિયાદ નોંધાવી

વડિયા, તા.4 : રાજ્યમાં મતદારયાદીમાંથી નામ રદ કરાવવા ફોર્મ નં.7નો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વડિયાના મતદારોમાં મોટાભાગના એક જ સમાજના લોકોને ટાર્ગેટ કરી ફોર્મ ભરાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સાત નંબર ફોર્મની ખરાઈ જે તે મતદારમાં શરૂ થતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. આ બાબતે વડિયાના ગ્રામ પંચાયતના સદસ્ય જુનેદ ડોડીયા અને પત્રકાર જાવેદ બાલાપરીયા દ્વારા તેમની વિરુદ્ધ સાત નંબરનુ ફોર્મ રજુ કરનાર બે વ્યક્તિ યોગેશ ગણાત્રા અને સંદીપ માંગરોળીયા સામે ગુનો નોંધવા લેખિત ફરિયાદ કરી છે.

વડિયા મામલતદારને મુસ્લિમ સમાજના લોકો અને આગેવાનોએ રજુઆત કરતા અગાઉ મામલતદારની હૈયાધારણાથી વાતાવરણ શાંત થયું હતું પરંતુ હવે એસઆઈઆરના સાત નંબરના ફોર્મનો વિવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સ્વરૂપે પહોંચ્યો છે. આ બાબતે કોઈ લોકોના મતાધિકાર છીનવવાના પ્રયાસમાં કોઈ કાયદાકીય કાર્યવાહી થાય કે નહિ તે આવનારો સમય જ બતાવશે.

ઇ-પેપરના નવા શુલ્ક