વાયરલ ઓડિયો ક્લિપ એઆઇ જનરેટેડ હોવાનું જણાવી સુરેન્દ્રનગર સાઇબર પોલીસમાં ફરિયાદ દાખલ
રાજકોટ, તા. 15 : પૂર્વ આપ નેતા
અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ સામે સુરેન્દ્રનગર સાઇબર
ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી છે.
મહત્ત્વનું છે કે રાજુ કરપડાનાં રાજીનામા બાદ આપ
પાર્ટીઓના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ઓડિયો ક્લિપ સંભળાવી હતી. જે સોશિયલ મીડિયા
પર ખૂબ જ વાઇરલ થઈ હતી. જે ઓડિયો ક્લિપમાં કથિત રીતે રાજુ કરપડા જેલ વાસ અને આગળની
રણનીતિ અંગે ચર્ચા કરી કહી રહ્યા છે જે પણ થશે તે સવાયું થશે. આ બાદ આપ નેતાઓએ આરોપ
લગાવ્યો હતો કે પહેલાથી રાજુ કરપડાનું ભાજપમાં જવાનું નક્કી હતું ફક્ત આમ આદમી પાર્ટીની
છબીને ખરડાવાનો પ્રયાસ છે. આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં રાજુ કરપડાએ સાઇબર ક્રાઇમમાં અઈં
જનરેટેડ ઓડિયો હોવાનું કહી આપના ત્રણ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં આપ નેતા
કરણ બારોટ, સ્વયંમ સાલવી, વિપુલ ઠાકોરનો નામજોગ ઉલ્લેખ છે.
ઉલ્લેખનીય છે કે રાજુ કરપડાએ રાજીનામા બાદ મીડિયા
સાથે વાતચીત કરતાં ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ‘ગોપાલ ઈટાલિયાને
જીતાડવા અમે રાત-િદવસ એક કર્યા છે અને તેમને જીતાડવા માટે અમે અમારા લોહી-પાણી રેડી
દીધા છે અને તેઓ મને મળવા ચાર મહિનામાં એક પણ વખત આવ્યા નથી. રાજુ કરપડાએ દાવો કર્યો
હતો કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ મનોજ સોરઠિયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની
બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. હું અરાવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા
અને મનોજ સોરઠિયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા.