નાઘેડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
જામનગર તા.15 :જામનગરના ધરારનગર-1
વિસ્તારમાં ગત અઠવાડીયે કોલેરાના કેસ નોંધાયા પછી તંત્રએ રોગચાળા ઉપર મહદઅંશે કાબુ
મેળવ્યો છે. ત્યારે શહેરથી સાત - આઠ કી.મી. દુરના નાધેડી ગામે એક 9 માસની બાળકીનો કોલેરા
રિપોર્ટ પોઝિટીવ આવતાં જિલ્લા કલેક્ટરે ગામને કોલેરાગ્રસ્ત અને આસપાસના વિસ્તારને કોલેરા
ભયગ્રસ્ત જાહેર કર્યો છે. આ જ ગામની બીજી 8 માસની બાળકી પણ શંકાસ્પદ દર્દી તરીકે જી.જી.
હોસ્પિટલમાં સારવારમાં છે. તંત્રએ યુધ્ધના ધોરણે આનુસંગિક ચેકીંગ, સેમ્પલીંગ સહિતની
કામગીરી કરી છે ગામમાં 7 હજાર લોકોનો સર્વે કરાવાયો છે.
નાઘેડી વિસ્તારને કોલેરામસ્ત
જાહેર કરાયા પછી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજકુમારાસિંહ ાu દેખરેખ હેઠળ
એપેડેમિક ઓફીસર જે.આર. પટેલ અને 13 ટીમોએ ગામની 7758ની વસ્તીને આવરી લેતો 778 ઘરોનો
સર્વે કર્યો હતો. બેક્ટેરિયોલોજી ટેસ્ટ માટે 3 સ્થળોએથી પાણીના સેમ્પલો પણ લેવાયા હતા.
ગામે પીવાનું પાણી આપતા બે ટાંકાની પાણી પુરવઠા વિભાગ દ્વારા સફાઈ કરવામાં આવી હતી.
આરોગ્ય ટીમોએ ગામમાં 77 જેટલી જુથ ચર્ચા યોજીને લોકોને કોલેરા સામે સાવધ કરવા સાથે
8000 લોરિટ ટીકડીઓ આપી હતી. તેમજ પીવાનું પાણી ઉકાળીને પછી ઠંડું થાય ત્યારે જ પીવાની
સમજણ આપી હતી. બે પોઝિટીવ-3 શંકાસ્પદ સહિત 11 સારવારમાં છે. શહેરમાં કોલેરાના કુલ પોઝિટીવ
કેસની સંખ્યા 21 થઈ હતી. એક અઠવાડીયામાં હોસ્પિટલમાં કોલેરાના લક્ષણોવાળા કુલ 89 શહેરી
દરદીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 78ને રજા આપી દેવામાં આવી છે.