(ફૂલછાબ ન્યુઝ)
સુરત,
તા.14 : સાયબર ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે
જામતારા ગેંગના ત્રણ આરોપીને ઝડપી મોટી લાખોના બેનામી વ્યવહારો ઝડપી પાડયા છે. 10 ટકા
કમિશનથી લાખોના બેનામી વ્યવહારો કરાતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. સાયબર ક્રાઇમ
બ્રાન્ચે જામતારા ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે જે ત્રણેય સુરતી હોવાનું જાણવા
મળ્યું છે. જેની પાસેથી પોલીસે 227 જેટલા ક્રેડીડ કાર્ડ, બે મોબાઇલ, એક સીપીયુ, 2 પીએસએસ
મશીન સહિત ઝડપી પાડયું છે.
આ ગેંગ
એપીકે ફાઇલનો હથિયાર તરીકે ઉપયોગ કરતી હતી. મોબાઇલ વપરાશ કર્તા એપીકે ફાઇલ ડાઉન કરે
એટલે તુરંત મોબાઇલમાં મેસેજ અને કોન્ટક્ટ સાથે ગેલેરી પરમીશન માગી મોબાઇલ યુઝર્સનો
મોબાઇલ હેક થતો હતો. ઓટીપી દ્વારા હેકર્સ વપરાશકર્તાના પૈસા બેન્ક એકાઉન્ટમાંથી સીધા
ટ્રાન્સફર કરી લેતા હતા.સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે જે ત્રણ યુવકોને ઝડપી પાડયા છે
તેમાંથી બે યુવકે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે જ્યારે એક યુવકે બીકોમ કર્યું
છે.વધુ પૈસા કમાવવાની લાલચે અને 10 ટકા કમિશને ત્રણેય યુવક સાયબર ગેંગના પ્યાદા બન્યા
હોય તેવું બહાર આવ્યું છે. ઝારખંડનું જામતાર વર્ષોથી સાયબર ફ્રોડ માટે કુખ્યાત છે.
પોલીસે સુરતના અશ્વિન ગાંગાણી (ઉં.43), અભિષેક સુથાર (ઉં. 26) અને ગૌરવ માલવિયા (ઉં.23)ની
ધરપકડ કરી છે.
જામતારા
ગેંગનો પર્દાફાશ ડિસેમ્બરમાં થયો હતો. પોલીસે અગાઉ ટેકનીકલ સર્વેલન્સ અને બેન્કિંગ
વ્યવહારોને આધારે તપાસ શરૂ કરી હતી. સૌ પ્રથમ રાજકોટના નીશીત નથવાણી અને ઝારખંડના ગૌતમ
મંડલની ધરપકડ કરી હતી.
પોલીસે
આરોપી પાસેથી 227 જેટલા ક્રેડિટ કાર્ડ અને 92.53 લાખના વ્યવહારોની વિગતો મેળવી છે.
ઝારખંડની જામતારા ટોળકી સમાજના મોટામાથાઓની કાળી કમાણીને 10 ટકા કમિશન લઈને સફેદ નાણું
કરવાનું કૌભાંડ છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઊંડી ઉતરી વધુ તપાસ હાથ ધરી
છે.