જકઇઈ ગુજરાત દ્વારા ગ્રાહકોને બેન્કિંગ સેવાઓ માટે ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.24 : ગુજરાત રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિ
(એસએલબીસી ગુજરાત) અને તેના સંયોજક ‘બેન્ક ઓફ બરોડા’ દ્વારા તમામ બેન્ક ગ્રાહકો માટે
એક મહત્ત્વપૂર્ણ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ
દ્વારા 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ સંભવિત રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન
કરવામાં આવ્યું છે. આમ, સતત ત્રણ દિવસ સુધી બેન્કની શાખાઓ અને કાર્યાલયોમાં નિયમિત
સેવાઓ પ્રભાવિત થવાની પૂર્ણ સંભાવના છે.
આ સંભવિત
હડતાલમાં સૌરાષ્ટ્રની એસબીઆઈ સહિતની રાષ્ટ્રીયકૃત બેંકો જોડાશે. જેનાથી કરોડો રૂપિયાના
બેન્કિંગ વ્યવહાર ઠપ થઈ જશે. ર8મી સપ્ટેમ્બરે સોમવાર છે, એની પહેલા શનિવાર આવે છે.
જે આ મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર હોવાથી ર8મી પહેલાના બે દિવસ, એટલે કે ર6મીથી
બેંકો બંધ થશે જે 30મીએ ખુલશે. આમ, સળંગ પાંચ દિવસ બેંકીંગ વ્યવહાર ઠપ થવાથી વેપારીઓથી
લઈ સામાન્ય નાગરિકોને ભારે પરેશાની થશે. અલબત્ત, આ દરમિયાન રવિવાર, તારીખ 27મીના રોજ
બેંક ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
આ સંદર્ભે ગ્રાહકોને પડનારી સંભવિત અસુવિધા ઓછી થાય
તે હેતુથી તમામ બેન્કો દ્વારા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે છતાં પણ,
નાણાકીય લેવડ-દેવડ સરળતાથી થઈ શકે તે માટે ગ્રાહકોને સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં
તમામ મહત્ત્વપૂર્ણ બેન્કિંગ કે ચેક ક્લિયારિંગ સંબંધિત કામકાજ 25મી, સપ્ટેમ્બર સુધીમાં
પૂર્ણ કરી લેવા. આગામી દિવસોની રોકડ જરૂરિયાતનું અગાઉથી આયોજન કરવું અને જરૂર મુજબ
એટીએમ અથવા કેશ રિસાયકલર મશીનનો ઉપયોગ કરવો. આ ઉપરાંત શાખાની મુલાકાત લીધા વિના વ્યવહારો
પૂરા કરવા માટે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, યુપીઆઈ અને એટીએમ જેવા ડિજિટલ
માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા તમામ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
બેંકીંગ
યુનિયનોની આ છે મુખ્ય માગ
ઍ પાંચ દિવસનું સપ્તાહ : માર્ચ 2024માં IBA (ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન)
અને બેંક યુનિયનો વચ્ચે થયેલા કરાર મુજબ મહિનાના દરેક શનિવારે રજા જાહેર કરવાની માગ
છે. આના બદલામાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રતિદિન 40 મિનિટ વધારાનું કામ કરવા કર્મચારીઓ
તૈયાર છે, પરંતુ નાણાં મંત્રાલય તરફથી હજુ મંજૂરી બાકી છે.
ઍ પેન્શન અપડેટ અને સુધારા : બેંક નિવૃત્ત કર્મચારીઓ
અને પેન્શનરોના પેન્શન અપડેટ તથા તેમાં સુધારાની માગણી
ઍ સ્ટાફની પૂરતી ભરતી: બેંકોમાં ખાલી પડેલી
જગ્યાઓ પર નવી ભરતી કરવાની માંગણી જેથી કામનું ભારણ ઘટે.
ઍ ગ્રાહક સેવા અને સુરક્ષા સુધારા: બેંક કર્મચારીઓની
સુરક્ષા અને કામકાજના કલાકો સુધારવા અંગેની રજૂઆતો