• મંગળવાર, 25 જૂન, 2024

જૂનાગઢ મનપાના અધિકારીને બ્લેકમેઈલ કરી રૂ.ર0 લાખની માગણી કરનાર મહિલાની શોધખોળ

અધિકારીનો નગ્ન વીડિયો ઉતારી અન્ય શખસોને મોકલી વાયરલ કરવાની ધમકી આપી નાણાની ઉઘરાણી કરવામાં આવતી’તી

ચામડીના રોગ નિહાળવાના બહાને વીડિયો ઉતારી કળા કરી

જૂનાગઢ, તા.9 : જૂનાગઢ મનપાના એક અધિકારી સાથે પરિચય કેળવી જેતપુરની મહિલાએ ચામડીનો રોગ નિહાળવાના બહાને અધિકારીનો નગ્ન વીડિયો ઉતારી લઈ રૂ.ર0 લાખની માગણી કરી બ્લેકમેઈલીગ કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જેતપુરની મહિલા વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જેતપુર પંથકમાં રહેતી એક મહિલા ગત તા.રર/પના જૂનાગઢ મનપા કચેરીએ આવી હતી અને એક અધિકારીને તેની ચેમ્બર્સમાં મળી આધાર કાર્ડ અને બીજા સરકારી કામોમાં મદદ માટેની વાત કરી હતી અને બાદમાં આ અધિકારી સાથે મહિલાએ સંબંધ કેળવ્યા હતા.

બાદમાં આ મહિલાએ પોતે ચામડીના રોગમાં દેશી ઓસડીયા આપવાનું  અધિકારીને જણાવી વીડિયો કોલ કર્યો હતો અને અધિકારીને ચામડીના રોગ નીહાળવા કપડા ઉતરાવી વીડીયો કોલ રેકોર્ડીંગ કર્યે હતો અને બાદમાં કામના બહાને મનપા કચેરીએ અધિકારીને મળવા આવી હતી અને આ મહિલાએ પ્રોત પ્રકાશ્યું હતું અને અધિકારીને તેની વિરુધ્ધ પોલીસમાં તેની સાથે ઓફિસમાં દુષ્કર્મ આચરી  નગ્ન થઈ વીડિયો કોલથી વાત કર્યાની અરજી આપ્યાની જાણ કરી હતી અને બાદમાં સમાધાન માટેથી અલગ અલગ શખસોને મોકલ્યા હતા અને મહિલાએ પ્રથમ અધિકારીને રુબરુ મળી પ્રથમ 14 લાખ બાદમાં રૂ.30 લાખની માગણી કરી હતી. ત્યાર બાદ આ મહિલાએ અધિકારીને દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂ.ર0 લાખની માગણી કરી બ્લેકમેઈલીગ કરવામાં આવતા આ અધિકારીએ કંટાળી જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે જેતપુર પંથકની મહિલા અને તપાસમાં ખુલે તે સહિતના વિરુધ્ધ ગુનો નોંધી મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક