• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

માળિયા મિયાણા પાસે અજાણ્યા વાહન અડફેટે બાઇકસવાર દંપતીનું મૃત્યુ ખીરઈ ગામનું દંપતી હંજીયાસરથી લગ્ન પ્રસંગમાંથી પરત ઘેર જતું’તું

માળિયા મિયાણા, તા.9 : માળિયા મિયાણા વાંઢ વિસ્તારમાં રહેતા અને એક વર્ષથી ખીરઈ ગામે રહેતા રવાભાઈ અભરામભાઈ નોતિયાર અને હવાબેન રવાભાઈ નોતિયાર નામનું દંપતી બાઇક લઈને હંજીયાસર ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી પર બાઇકમાં બેસી ખીરઈ ગામે આવવા 

નીકળ્યા હતા.

દરમિયાન માળિયા મિયાણા પેટ્રોલ પમ્પ ત્રણ રસ્તા પરના ઓવરબ્રીજ પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલાં અજાણ્યાં વાહને બાઇકને અડફેટે લેતા રવાભાઈ અને હવાબેન ફંગોળાયાં હતાં અને ગંભીર ઈજા થવાથી દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ તેમજ મૃતક દંપતીના પુત્ર ગફુરભાઈ સહિતનો પરિવાર દોડી ગયો હતો અને મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવ અગે પોલીસે ગફુરભાઈ નોતિયારની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી હાઇ વે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી. આ બનાવનાં પગલે પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક