• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

સુરતમાં પતિ, પત્ની અને વોના કિસ્સામાં હત્યા થઈ

- પતિના અનૈતિક સંબંધોની જાણ થતાં

પત્નીએ મહિલાનો જીવ લીધો, ધરપકડ

 

સુરત, તા.29 : સુરતમાં પત્નીએ પતિ સાથે અનૈતિક સંબંધ ધરાવતી વેડ રોડની 35 વર્ષીય મહિલાની હત્યા કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. હત્યા કર્યા બાદ મહિલાનાં ઘરની બહારથી તાળું મારી ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી. પાસોદરા ઓમ ટાઉનશિપમાં રહેતાં હર્ષાબેન ચંદુભાઈ કાછાના પતિ સાથે કૈલાશબેનને છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સંબંધ હતા. આ સંબંધને કારણે કૈલાસબેનના છૂટાછેડા પણ થઈ ગયા હતા. જેથી હર્ષાબેનને પોતાના પતિ સાથે કૈલાસબેનને સંબંધ હોવાની જાણ થતાં તેઓ રવિવારે પાંચેક વાગ્યાના અરસામાં કૈલાશબેનને તેમનાં ઘરે હરિઓમ સોસાયટીમાં વેડરોડ ખાતે વોર્નિંગ આપવા આવી હતી. જેથી વાતવાતમાં હર્ષાબેને કૈલાસબેનને ધક્કો મારતા તેનું માથું શેટી સાથે અથડાતા કૈલાસબેન લોહીલુહાણ થઈ ઢળી પડયાં હતાં અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી હર્ષાબેન કૈલાસબેનનાં ઘરનો દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગઈ હતી. જેથી પોલીસે ગણતરીનાં કલાકોમાં હર્ષાબેનની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક