જામ ખંભાળિયા, તા.ર3: ભાણવડના સેન્ટ્રલ બેંક સામે ગત તા.19ના રોજ જાહેરમાં ફરિયાદીએ પાર્ક કરેલ ટુ વ્હિલરના હેન્ડલમાં ટીંગાડેલી થેલી જેમાં રોકડા રૂપિયા એક લાખ રાખેલા હોઇ તેની ઉઠાંતરી કરી ચોરી થઈ હોવા અંગેનો ભાણવડ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણ
અંગે દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશકુમાર પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.ની.
ટીમે વર્કઆઉટ દરમિયાન સી.સી.ટી.વી. ફૂટેજ આધારે ટેકનિકલ સ્ટાફ સાથે સંકલન કરી ઉપરોક્ત
ગુનામાં બે ઈસમો નવા જેવું નંબર પ્લેટ વગરનું સાઈન લઈ ચોરી કરવા આવેલા હોવાનું અને
બન્ને ઈસમો મધ્યપ્રદેશ રાજ્યના કડીયાસાસી ગામની ચોરી ગેંગના સભ્યો હોવાની અગાઉના ગુનાઇત
ઈતિહાસમાં જણાયેલું હોય પોલીસે ભાણવડના ત્રણ પાટિયાથી ચાર પાટિયા વચ્ચે ટિમ દ્વારા
વોચ ગોઠવી ચાર પાટિયા નજીકથી આરોપી સચિન ભગવાનસિંહ રામપ્રસાદ સીસોદીયા અને બાબુ લખનસિંહ
ઉર્ફે લખપતસિંહ સીસોદીયા નામના બન્ને શખસોને ઝડપી લઈ કુલ રૂ.98355નો મુદ્દામાલ કબજે
કર્યે હતો.