• બુધવાર, 25 જૂન, 2025

પીએમ મોદી ભારતની પ્રમુખ સંપત્તિ : શશિ થરુર

ઓપરેશન સિંદૂર માટે કોંગ્રેસના સાંસદે ફરી કરી મોદીની પ્રશંસા

નવી દિલ્હી, તા. 23 : ઓપરેશન સિંદૂર બાદ વિદેશ યાત્રા કરનારા ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સામેલ રહેલા કોંગ્રેસ સાંસદ શશિ થરુરે ફરી એક વખતે પીએમ મોદીની સાર્વજનિક પ્રશંસા કરી છે. એક અંગ્રેજી અખબારની કોલમમાં થરુરે પીએમ મોદીને તેમની ઊર્જા, ગતિવિશલતા અને ઈચ્છાશક્તિના કારણે ભારત માટે પ્રાઈમરી એસેટ એટલે કે પ્રમુખ સંપત્તિ ગણાવ્યા છે.

કોંગ્રેસ સાંસદે લખ્યું છે કે પીએમ મોદીની ઊર્જા, ગતિશિલતા અને સહભાગિતાની ઈચ્છાશક્તિ વૈશ્વિક મંચ ઉપર ભારત માટે એક પ્રમુખ સંપત્તિ છે, જો કે તેને વધુ સમર્થનની જરૂરિયાત છે. થરુરે ભાર મૂક્યો હતો કે આ પહેલે વૈશ્વિક મંચ ઉપર ભારતની એકતાને બતાવે છે. થરુરે આગળ લખ્યું હતું કે આ મિશન હેઠળ તેમણે શિખ્યું છે કે એકતાની શક્તિ, ક્લિયર કોમ્યુનિકેશનની અસર, સોફ્ટ પાવરનું રણનીતિક મૂલ્ય અને સાર્વજનિક કૂટનીતિની અનિવાર્યતા ભારતને જટિલ બનતા આંતરરાષ્ટ્રીય માહોલમાં રસ્તો બતાવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક