• બુધવાર, 25 જૂન, 2025

વોટ્સએપ જોખમી : અમેરિકામાં સરકારી કર્મચારીઓ માટે પ્રતિબંધિત

-પોતાનાં જ દેશની કંપની ઉપરથી અમેરિકાની સરકારને ઉઠયો ભરોસો: વૈકલ્પિક એપ સૂચવી

વોશિંગ્ટન, તા. 24: ફેસબૂક અને ઈન્સ્ટા સહિતનાં સોશિયલ મીડિયાની પૈતૃક કંપની મેટાને અમેરિકાની સરકારે મોટો ઝટકો આપ્યો છે. ઈરાન પછી હવે અમેરિકાની સંસદે પણ તમામ સરકારી સંચાર ઉપકરણોમાં વોટ્સએપને પ્રતિબંધિત કરી નાખ્યું છે. ડેટા અને સાઈબર સુરક્ષા સામેનાં જોખમોનાં અનુસંધાનમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

આ સ્થિતિમાં સવાલ એવો પણ ઉપસ્થિત થાય છે કે, અમેરિકાની સરકારને હવે પોતાનાં જ દેશનાં ઉત્પાદનો અને કંપનીઓ ઉપર પણ ભરોસો રહ્યો નથી. અમેરિકાનાં હાઉસ સાઈબર સિક્યોરિટી ઓફિસ તરફથી પોતાનાં તમામ કર્મચારીગણને એક સૂચના મોકલવામાં આવી છે અને તેમાં વોટ્સએપને ઉચ્ચજોખમી એપ ગણાવવામાં આવી છે. આ મેમોમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ વપરાશકારોની અંગત જાણકારીની સુરક્ષા અંગે પારદર્શક નથી. તેમાં સાઈબર એટેક અને ડેટા લીકનો ખતરો વધી જાય છે. તેથી બધા જ કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તે વોટ્સએપને તમામ હાઉસ સંબંધિત ઉપકરણોમાંથી વોટ્સએપને હટાવી નાખે. પછી તે મોબાઈલ ફોન હોય કે કોમ્પ્યુટર, બધાંમાથી વોટ્સએપ હટાવી દેવાનું જરૂરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક