લીડસ, તા.24: ઇંગ્લેન્ડનો સ્ટાર બેટર જો રૂટ બેટથી તો પાછલા ઘણા સમયથી કમાલ કરી રહ્યો છે. તે ચપળ ફિલ્ડર પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટ હવે સંયુકતરૂપે સૌથી વધુ કેચ ઝડપનારો ફિલ્ડર બની ગયો છે. તેણે ભારતના પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડની બરાબરી કરી છે. જો રૂટના ખાતામાં હાલ 1પ4 ટેસ્ટ મેચમાં 210 કેચ થયા છે. તેણે ભારત સામેના પહેલા મેચમાં કુલ બે કેચ લીધા છે અને દ્રવિડની બરાબરી કરી છે. રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ મેચમાં ફિલ્ડરના રૂપમાં 210 કેચ કર્યાં હતા. જો રૂટ પાસે સૌથી વધુ કેચ કરવાનો રેકોર્ડ બનાવવાનો મોકો ભારત સામેના બીજા ટેસ્ટ દરમિયાન રહેશે.
સૌથી
વધુ કેચ લેનાર ફિલ્ડરોની સૂચિમાં રૂટ અને દ્રવિડના પછીના નંબર પર શ્રીલંકાનો માહેલા
જયવર્ધને છે. તેણે 149 ટેસ્ટ મેચમાં 20પ કેચ પકડયાં હતા. ચોથા સ્થાને કાંગારૂ ફિલ્ડર
સ્ટીવન સ્મિથ છે. તેણે 117 ટેસ્ટમાં 200 કેચ લીધા છે. દ. આફ્રિકી ઓલરાઉન્ડર જેક કાલિસે
પણ 166 ટેસ્ટમાં 200 કેચ કર્યાં હતા. આ સૂચિમાં હાલ ફક્ત બે જ ફિલ્ડર જો રૂટ અને સ્ટીવન
સ્મિથ એક્ટિવ છે.