• બુધવાર, 25 જૂન, 2025

સાત હાર પછી ભારતીય હોકી ટીમનો બેલ્જિયમ સામે 4-3થી વિજય

એન્ટવર્પ, તા.23: ભારતીય પુરુષ હોકી ટીમે એફઆઇએચ પ્રો લીગના યુરોપીય રાઉન્ડમાં સતત સાત હાર બાદ જીતનો સ્વાદ ચાખ્યો છે. ટૂરના આખરી મેચમાં ગઇકાલે ભારતીય પુરુષ હોકી ટીમે બેલ્જિયમ સામે 4-3 ગોલથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારત તરફથી સુખજીત સિંઘે 21 અને 3પ મિનિટે ગોલ કર્યા હતા. જયારે અમિત રોહિદાસે 36મી અને કપ્તાન હરમનપ્રિત સિંઘે પ9મી મિનિટે ગોલ કર્યા હતા. પહેલા હાફમાં સ્કોર 2-2 ગોલની બરાબરી પર રહ્યો હતો. અંતિમ કવાર્ટરમાં કપ્તાન હરમનપ્રિતના નિર્ણાયક ગોલથી ભારતની જીત થઇ હતી.

બીજી તરફ ભારતીય જૂનિયર હોકી ટીમે ચાર રાષ્ટ્રની હોકી ટૂર્નામેન્ટના ગઇકાલના મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-1 ગોલથી હાર આપી હતી.

બેલ્જિયમ વિરુદ્ધ મહિલા હોકી ટીમનો 0-2 ગોલથી પરાજય

એન્ટવર્પ, તા.23: એફઆઇએચ પ્રો હોકી લીગના યૂરોપીય રાઉન્ડમાં ભારતીય મહિલા ટીમનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યંy હતું. ગઇકાલના મેચમાં ભારતીય મહિલા હોકી ટીમનો બેલ્જિયમ વિરુદ્ધ 0-2 ગોલથી પરાજય થયો હતો. ભારતીય ટીમની આ સતત છઠ્ઠી હાર છે અને 14 મેચમાં 10 પોઇન્ટ સાથે નવમા અને અંતિમ સ્થાન પર છે. ગઇકાલના મેચમાં બેલ્જિયમે મેચના ત્રીજા કવાર્ટરમાં ઉપરા ઉપરી બે ગોલ કરી ભારતને હાર આપી હતી. બેલ્જિયમે શનિવારના મેચમાં ભારતીય મહિલા હોકી ટીમને પ-1 ગોલથી હાર આપી હતી.

હોકી ખેલાડી લલિત ઉપાધ્યાય નિવૃત્ત

નવી દિલ્હી, તા.23: ટોકયો અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ માટે ચંદ્રક જીતનાર અનુભવી ખેલાડી લલિત ઉપાધ્યાયે ઇન્ટરનેશનલ હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અર્જુન પુરસ્કાર વિજેતા આ હોકી ખેલાડીએ તેના સંન્યાસની ઘોષણા સોશિયલ મીડિયા પર કરી હતી. આ સાથે લલિત ઉપાધ્યાયે સ્પષ્ટતા કરી હતી કે તે ઘરેલુ ટૂર્નામેન્ટો અને પ્રો હોકી લીગ રમવાનું ચાલુ રાખશે. 31 વર્ષીય લલિત ઉપાધ્યાયે ભારતીય હોકી ટીમ તરફથી 183 મેચ રમ્યા છે. જેમાં તેના નામે 67 ગોલ છે. તે ભારતીય હોકી ટીમ તરફથી છેલ્લે 1પ જૂન-202પમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક