સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાત આપી ખંભાળિયાના શખસ સાથે કરી હતી ઠગાઈ
ખંભાળિયા,
તા.24: ખંભાળિયામાં સોશિયલ મીડિયા પર ઓછા વ્યાજ દરે પી.એમ. મુદ્રા લોન અપાવવાની ખોટી
જાહેરાત કરી રૂપિયા પડાવનારા શખસને પોલીસે મહેસાણાથી દબોચી લીધો હતો.
પ્રાપ્ત
વિગત મુજબ છેતરપિંડીનો ભોગ બનનારની ફરિયાદ મુજબ આરોપીએ સોશિયલ મીડિયા પર ફરિયાદીનો
સંપર્ક કરી બાદમાં ઓછા દરે લોન મેળવવાની લાલચ આપી રૂ.4800ની ફરિયાદી સાથે છેતરપિંડી
કરી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી પી.આઈ. વી.કે.કોઠારી દ્વારા ટીમ
બનાવી મહેસાણાથી છેતરપિંડી કરનારા મુખ્ય સૂત્રધાર આશિષ રામજી તલસાણીયા નામના શખસને
જુદા-જુદા ત્રણ બેંક એકાઉન્ટ સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોવાથી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન મેળવવાની પ્રોફાઈલ બનાવી છેતરપિંડી આચરતો હોવાની પોલીસ
સમક્ષ કબૂલાત
આપી
હતી.