લીડસ, તા.24: ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંતને ઇંગ્લેન્ડ વિરુદ્ધના પ્રથમ ટેસ્ટ દરમિયાન આઇસીસી આચાર સંહિતના ઉલ્લંઘન સબબ દંડ થયો છે. ઋષભ પંતે હેડિંગ્લે ટેસ્ટની બન્ને ઇનિંગમાં ધમાકેદાર સદી અનેક કીર્તિમાન રચ્યા છે.
આઇસીસીની
વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે ઋષભ પંતે આઇસીસી આચાર સંહિતના અનુચ્છેદ 2.8 કોલમનો
ભંગ કર્યો છે. આ નિયમ ઇન્ટરનેશનલ અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ અસહમતિ વ્યક્ત કરવા પરનો
છે. પાછલા 24 મહિનામાં પંતની આ પહેલી ભૂલ હોવાથી તેના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ
જોડવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડની
પહેલી ઇનિંગ દરમિયાન 61મી ઓવરમાં દડો બદલવા મુદ્દે પંતની અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા થઇ
હતી. અમ્પયારે દડો બદલવાનો ઇનકાર કરી દીધો હતો. આથી પંતે ગુસ્સામાં દડાને જોરથી ફેંક્યો
હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. બાદમાં ઋષભ પંતે મેચ રેફરી સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી
લીધી હતી.