• બુધવાર, 25 જૂન, 2025

હાઈ કોર્ટ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વડોદરાની રિફાઇનરી સ્કુલને પણ મળ્યો ધમકીનો ઈમેઈલ

રાજકોટ, તા.24: ગુજરાતમાં તા.24ના રોજ એક જ દિવસમાં 3 જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ, રાજકોટ કોર્ટ અને વડોદરાની રિફાઇનરી સ્કૂલનો સમાવેશ થાય છે. ધમકીભર્યા મેઈલ બાદ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. 

ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતા સોલા પોલીસ સહિત બોમ્બ સ્કોડ હાઈકોર્ટ પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નોહતી. બ્લાસ્ટની ધમકીને પગલે સોલા પોલીસે ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત બ્લાસ્ટ અંગે મેઈલ કરનારની સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

વડોદરામાં રીફાઈનરીમાં આવેલી સ્કૂલને આજે  સવારે 6.47 વાગે મળેલા ઈમેલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહાંચી ગઈ હતી. રીફાઈનરીની સુરક્ષા એજન્સીની ટીમ અને પોલીસ દ્વારા સમગ્ર રીફાઈનરી અને સ્કૂલમાં બોમ્બ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બની ધમકી મળતાં જે સમગ્ર પરિસરમાં ભય ફેલાયો હતો.

આ સિવાય રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેના પગલે સમગ્ર કોર્ટને ખાલી કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ રાજકોટના ઉચ્ચ પોલીસ અધકારીઓ, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્ક્વોડ સહિતની અલગ-અલગ એજન્સી કોર્ટ પરિસર પહોંચી તપાસ આદરી હતી. જેમાં કોર્ટના તમામ રૂમનું ચાકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કોઈ પણ સંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.  ધમકી ભર્યા ઈમેઈલ રેની જોશીલદાના આઈડી પરથી મોકલવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક