• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

જસદણની સેવાભાવી વ્યક્તિને બદનામ કરનાર હોસ્પિટલના 28 કર્મચારી સામે કાનૂની કાર્યવાહી ખોટી રીતે ફસાવવા બદલ 1.40 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી

જસદણ તા.9: જસદણ સરકારી હોસ્પિટલમાં કોરોના કાળથી જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવી વિરુદ્ધ ષડયંત્ર રચી તેમને ખોટી રીતે ફસાવવા સબબ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિત 28 કર્મચારીઓને 1.40 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારવામાં આવતા જસદણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

છેલ્લા પાંચ વર્ષથી નાતજાતના ભેદભાવ વિના દર્દીઓની સેવા કરતા મેહુલભાઈ સંઘવીના વકીલ રશ્મિનભાઈ શેઠ અને મનન  શેઠ દ્વારા માનહાની સંબંધે 1.40 કરોડ દસ દિવસમાં ચૂકવવા અંગે પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે જે દર્દીઓ સારવાર અર્થે આવે તેમને યોગ્ય મદદ કરી માર્ગદર્શન પૂરું પાડે છે દર્દીઓના હિતમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ ચલાવે છે મેહુલભાઈની લોકચાહના વધી હોવાથી હોસ્પિટલના સ્ટાફને ગમ્યું ન હતું અને તેમની બેદરકારી ખુલ્લી પડતા ગેરરીતિ બંધ કરવાની નોબત આવતા મેહ્નલભાઈને હોસ્પિટલમાં આવતા રોકી તેમને નીચા દેખાડવા ખોટા આક્ષેપો કરી દાતાઓ તરફથી મળતું દાન બંધ થાય અને આબરૂને નુકશાન થાય તે માટે ગત માર્ચમાં 28 કર્મચારીઓએ પ્રાંત અધિકારીને ખોટી ફરિયાદ કરી હતી જેમાં તપાસ કર્યા વિના અધિક્ષકે નોટિસ ફટકારી હતી જેમાં કોઈ પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા અધિક્ષકે મેં મહિનામાં ભૂલ સ્વીકારી નોટિસ પરત ખેંચી લીધી હતી પરંતુ 28 કર્મચારીઓની આ હરકતથી મેહુલભાઈની બદનામી થઇ હોય જેથી 1.40 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક