• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

કોલેજની છાત્રા ઉપર છરીથી હુમલો

ભુજની સંસ્કાર કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીની સ્થિતિ ગંભીર :  અન્ય એક યુવતી ઈજાગ્રસ્ત : હુમલાખોર યુવાન નાસી ગયો

ભૂજ, તા. 28 : અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની શાળામાં છાત્રો-છાત્રો વચ્ચે સર્જાયેલી હિંસા તથા આદિપુરની કોલેજના આચાર્ય પર વિદ્યાર્થી દ્વારા હુમલાની  ઘટનાએ પણ કચ્છમાં ચોમેર ચર્ચા જગાવી છે, ત્યાં ગુરુવારે સાંજના અરસામાં ભુજના એરપોર્ટ રિંગરોડ પર આવેલી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી છાત્રા તથા અન્ય એક યુવક પર છરી વડે હુમલાનો વધુ એક બનાવે શહેર સહિત જિલ્લામાં ચકચાર મચાવી છે. આ મામલા અંગે પોલીસે બનાવસ્થળે પહોંચી તથા હોસ્પિટલ પહોંચી તલસ્પર્શી તપાસ આદરી છે.

આ બનાવ અંગે કોલેજના સંચાલક કિરીટ કારિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોલેજના બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મૂળ ગાંધીધામની અને હાલ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સાક્ષી ખાનિયા કોલેજ પૂર્ણ થયા બાદ એસએમઆઈટી સંકુલથી બહાર નીકળીને એપ્રોચ રોડ પર પહોંચી ત્યારે બે યુવક આવ્યા હતા, જે તેની સાથે ચર્ચા કરી રહ્યા હતા, દરમિયાન એક યુવકે છરીથી છાત્રાના ગળાના ભાગે હુમલો કર્યો હતો, તો આ ઘટનામાં હુમલાખોર સાથે આવેલો યુવક

પણ ઘાયલ થયો હતો. કોલેજની છાત્રા હોઈ શકે તેમ માની એક વટેમાર્ગુએ આ ઘટના અંગે કોલેજમાં જાણ કરતાં વિદ્યાર્થિનીની સારવાર માટે અમે તાત્કાલિક તેને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. દરમિયાન, તેના માતા-પિતાને પણ જાણ કરી હતી તેમ જણાવ્યું હતું.

બીજી તરફ હોસ્પિટલ પહોંચેલા કોલેજના એચઓડી ચિંતન રાવલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, છાત્રાની હાલત ગંભીર છે અને તેની શત્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક