• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

લાઠીના ભુરખીયા ગામેથી 60 કિલો પોષડોડા સાથે એક શખસની ધરપકડ માદક પદાર્થનું દૂષણ ડામવા નાગરિકોને જાણ કરવા પોલીસની અપીલ

અમરેલી, તા.29: લાઠીના ભુરખીયા ગામેથી નશાકારક માદક પદાર્થ સુકા પોષડોડાના ખાલી ખોખા તથા તેના ભુકાનો 69.880 કિ.ગ્રા. કિંમત રૂપિયા 1,79,640નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે.

આ બનાવમાં મળતી વિગત મુજબ લાઠીના ભુરખીયા ગામે રહેતા રાજુભાઇ નકુભાઇ ચાવડાએ પોતાના રહેણાંક મકાનમાં નાર્કોટીકસ પદાર્થનો જથ્થો રાખેલ હોય તે અંગેની બાતમી અમરેલી એસ.ઓ.જી.ને મળતાં પોલીસે તપાસ હાથ ધરી  હતી. જેમાં આરોપી પાસેથી નશાકારક માદક પદાર્થ સુકા પોષડોડાના ખાલી ખોખા તથા તેના ભુકાનો જથ્થો વજન 59.880 કિલોગ્રામ કિંમત રૂપિયા 1,79,640, એક મોબાઇલ રૂપિયા 5,000, એક વજન કાંટો કિંમત રૂ.1000 તથા એક નાનો વજન કાંટો કિંમત રૂ.500 સાથે ઝડપાઇ ગયો હતો. આરોપીની પુછપરછ કરતાં બીજો આરોપી ભીખાભાઇ (રહે. મધ્યપ્રદેશ) એ આરોપી રાજુભાઇ ચાવડાને સુકા પોષડોડાનો જથ્થો આપી અને આંતર રાજ્ય નિકાસ કર્યા હતો. જેમાં એક આરોપીની કુલ રૂ.1,86,140/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવા ગેરકાયદે પ્રવૃત્તિની જાણ તંત્રને કરવી જેથી સમાજમાંથી નશાખોરીનો નાશ કરી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક