• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

મોરબીમાં 34 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી, તા.10: મોરબી શહેરના ભવાની ચોકમાં જુગાર રમતા ઇમરાન ઉસ્માન સોલંકી સહિત પાંચ ઇસમ રોકડ રૂ.7450 સાથે પકડાયા છે. મોરબી પંચાસર રોડ ભારતપરામાં જાહેરમાં જુગાર રમતા છને ઝડપી લઇને રોકડ રૂ.5600 જપ્તા કરાઇ છે. ઉમિયાનગર ઢાળ ઉપર શેરીમાં જુગાર રમતા ત્રણને રોકડ રૂ.4660 સાથે તેમજ ત્રાજપર ખારી રામકુવા પાસે ત્રણ ઇસમ ભરતભાઇ રાઠોડ, જનક અશોકભાઇ ભલસોટ અને ભરત વેરશીભાઇ વઢીયારા એમ રોકડ રૂ.2350 સાથે જુગાર રમતા પકડાયા છે.

ઇન્દિરાનગર ખોડીયાર માતાજી ચોક સામે બે ઇસમ રોકડ રૂ.11,200 સાથે પકડાયા છે.

વાંકાનેર સીટી પોલીસે જીનપરામાં જાહેરમાં જુગાર રમતા  ત્રણને ઝડપી લઇને રોકડ રૂ.1220  જપ્ત કરી, નવાપરામાં ત્રણ ઝડપી લઇને રોકડ રૂ.3110 જપ્ત કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામે રેડ કરી ચારને ઝડપી લઇને રોકડ રૂ.10,530 જપ્ત કર્યા છે. હળવદ પોલીસે પંચમુખી મહાદેવ મંદિર સામે શેરીમાં જુગાર રમતા પાંચને પકડી રોકડ રૂ.11,500 જપ્ત કર્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક