• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

‘િવરોધ કર્યો તો વિદ્યાર્થીને રસ્ટિકેટ કરાશે’ સેવન્થ ડે સ્કૂલ વાલીઓની આપે છે ધમકી

પૂણેમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલના 3 સભ્યોની ટીમ અમદાવાદ પહોંચી

 

અમદાવાદ, તા. 28: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો એ સેવન્થ ડે સ્કૂલ પત્ર લખીને વાલીઓને ધમકી આપી રહી છે. એક તરફ  ઘટનાને 10 દિવસ વીતી ગયા હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી. તો બીજી બાજુ સ્કૂલે વાલીઓને પત્ર લખ્યો છે કે જો વિરોધ કર્યો તો વિદ્યાર્થીને રસ્ટિકેટ કરી દેવામાં આવશે. જે પણ વાલી વિરોધ કરશે, તેની સામે પગલાં લેવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીના મોતની બનેલી ઘટના માટે વિદ્યાર્થીને પૂરતી મદદ કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનસાર  સ્કૂલને અમદાવાદ મહાપાલિકા દ્વારા જમીન ભાડે પટ્ટે આપવામાં આવી છે. ત્યારે ભાડાપટ્ટાની જમીનની માન્યતા રદ કરવા વાલીઓએ અપીલ કરી છે. ભાડા પટ્ટો રદ કરી સ્કૂલ બંધ કરવાની વાલીઓની માગ છે. 

દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ખોખરાની સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને 10 દિવસ બાદ પૂણેમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલની મેનેજમેન્ટની ટીમ અમદાવાદ પહોંચી છે. જ્યાં એજ્યુકેશન ડાયરેક્ટર સહિત ત્રણ સભ્યની ટીમ ડીઈઓ કચેરીએ પહોંચી હતી. જ્યાં ડીઈઓએ શાળાની એનઓસી રદ કેમ ન કરવી તેનો ખુલાસો આપવા નોટિસ આપી હતી. વેસ્ટર્ન ટીમ આ આખી ઘટનાથી વાફેક ન હોવાનું ડીઈઓએ જણાવ્યું હતું.

અમદાવાદ ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શાળાની ઘોર બેદરકારી હોઈ શાળાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત જવાબદાર સામે કાર્યવાહી કર્યા બાદ તેમના લેટરપેડ ઉપર જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ સેવન્થ-ડે વેસ્ટર્ન મેનેજમેન્ટની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ પહોંચી હતી.

ત્રણ દિવસમાં 100થી વધુ વાલીઓએ

બાળકનું લિવીંગ સર્ટી. માટે કરી અરજી

ત્રણ દિવસમાં 100થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું સ્કૂલ લાવિંગ સર્ટિફિકેટ કઢાવવા અરજી કરી છે. વાલીઓની મુખ્ય ચિંતા તેમના બાળકોની સુરક્ષા અને તેમના શિક્ષણની છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાય નહીં તે માટે વચગાળાનું આયોજન કર્યું છે. ડીઇઓ દ્વારા કચેરીના ચાર અધિકારીઓની એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેમને સ્કૂલમાં જ તૈનાત કરવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક