• બુધવાર, 08 જુલાઈ, 2026

હળવદમાં કૌટુંબિક કલેશમાં પત્નીની ઘાતકી હત્યા : રાતભર લાશ પાસે બેસી રહ્યો પતિ

મોરબી, તા.7: હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના દંપતી વચ્ચે મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરાર દરમિયાન આવેશમાં આવી ગયેલા પતિ વર્ષીભાઈ નાયકે પોતાની 55 વર્ષીય પત્ની માસુડીબેનને છાતીના ભાગે દાતરડાના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ભાગવાને બદલે આખી રાત પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. બીજા દિવસે સવારે વાડી રાખનાર વ્યક્તિ ત્યાં પહોંચતા આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામજનો દ્વારા જાણ કરાતા હળવદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


ઇ-પેપરના નવા શુલ્ક