• બુધવાર, 08 જુલાઈ, 2026

દેશમાં ધસમસતું આગળ ધપ્યું ચોમાસું


-આગામી ચાર દિવસમાં દેશનાં મોટાભાગનાં વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

નવી દિલ્હી, તા.7 છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદમાં તરબતર અને જળબંબોળ બનેલા મુંબઈને આખરે આજે વરસાદ બંધ થતાં મોટી રાહત મળી હતી. સતત એક અઠવાડિયા સુધી પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. ભારતીય હવામાન વિભાગે(આઈએમડી) તાજા બુલેટિનમાં કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં સમગ્ર દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું હવે ગુજરાતના બાકીના વિસ્તારો, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વધુ ભાગોમાં પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું પંજાબના બાકીના વિસ્તારો અને ઉત્તર અરબી સમુદ્રને આવરી લઈને સમગ્ર દેશમાં સક્રિય થઈ જશે. સાથે અઠવાડિયે દેશભરમાં સારા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસાએ ગતિ પકડી લીધી છે અને આગામી સાત દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને કર્ણાટક માટે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત 8 જુલાઈએ ઉપ-િહમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની શક્યતા છે. વિભાગે જણાવ્યું છે કે હવામાનની પરિસ્થિતિ અનુકૂળ હોવાથી ઉત્તર ભારતમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ, તેના ઉપનગરો, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, પુણે અને સતારા જિલ્લામાં પણ સમાન જોખમની શક્યતા છે. કર્ણાટકના દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તર કન્નડ જિલ્લાઓ ઉપરાંત કેરળ અને મિઝોરમમાં પણ પૂરની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆર માટે આગાહી હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ (7થી 10 જુલાઈ) સુધી આકાશ વાદળછાયું રહેશે. દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. બિહારમાં પણ અઠવાડિયે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.


ઇ-પેપરના નવા શુલ્ક