• બુધવાર, 08 જુલાઈ, 2026

અમેરિકા વિરુદ્ધ 4-1 ગોલની શાનદાર જીતથી બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં

-વિજય બાદ બેલ્જિયમના ખેલાડીઓએ ટ્રમ્પ સ્ટાઇલમાં ડાન્સ કર્યો

સિએટલ, તા.7: ફીફા વર્લ્ડ કપના રાઉન્ડ-16માં બેલ્જિયમે જોરદાર દેખાવ કરીને સહયજમાન ટીમ અમેરિકાને 4-1 ગોલથી હાર આપી કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હાર સાથે વિશ્વ કપની ત્રણેય યજમાન ટીમ (કેનેડા, મેક્સિકો અને અમેરિકા) બહાર થઇ છે. પાછલા પાંચ વિશ્વ કપમાં ચોથીવાર અમેરિકી ટીમ રાઉન્ડ-16ની બાધા પાર કરી શકી નથી.

બેલ્જિયમ તરફથી ચાર્લ્સ ડી કેટેલેરે 9 અને 33મી મિનિટે બે ગોલ કર્યાં હતા. 7મી મિનિટે હેંસ વનાકેને લાંબી દૂરીથી બેલ્જિયમ માટે ગોલ કર્યો હતો. બેલ્જિયમ તરફથી ચોથો ગોલ ઇન્જરી ટાઇમમાં 91મી મિનિટે અનુભવી ખેલાડી રોમેલુ લુકાકૂએ કર્યો હતો. અમેરિકા તરફથી એકમાત્ર ગોલ મેચની 31મી મિનિટે મલિક ટિલમેને કર્યો હતો. તેના ગોલથી અમેરિકી ટીમ 1-1ની બરાબરી પર આવી હતી, પણ બાદમાં બેલ્જિયમે વધુ 3 ગોલ કરી એકતરફી જીત નોંધાવી હતી. બેલ્જિયમના રોમેલુ લુકાકૂ અને બીજા ખેલાડીઓએ જીત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટાઇલમાં ડાન્સ કર્યો હતો.

 

 


ઇ-પેપરના નવા શુલ્ક