અછઅઈંના રિપોર્ટમાં દાવો ઃ સરકાર પ્રમાણ વધારવામાં પીછેહઠ કરે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 7 ઃ ઇથેનોલયુક્ત પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકાર વધુ ને વધુ ઘેરાઇ રહી છે. હવે ઓટોમોટિવ રિસર્ચ એસોસીએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઇ)ના રિપોર્ટમાં ઇ-20થી વાહનને નુકસાન થતું હોવાનો દાવો કરાયો છે, બીજી તરફ સરકાર પણ ઇથેનોલનું પ્રમાણ વધારીને 25 અને 30 ટકા કરવાના નિર્ણયમાં પીછેહઠ કરે તેવી શક્યતા છે.
અહેવાલમાં જણાવાયું છે કે, ઇ-10 અનુરૂપ વાહનોમાં ઇ-20 ઇંધણનો ઉપયોગ કરવાથી ઇંધણ પ્રણાલીના રબર ઘટકો, હોઝ, ગાસ્કેટ, સીલ અને ઓ-િરંગ્સ બગડÎા છે. અભ્યાસમાં જો જરૂરી હોય તો આ ઘટકોને બદલવાની પણ ભલામણ કરવામાં આવી છે.
જો કે, એઆરએઆઇનો અભ્યાસ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, તે ઇ-20 ઇંધણ નીતિ પર સરકાર અને વાહન ઉત્પાદકો માટે એક મહત્ત્વપૂર્ણ સંદર્ભ દસ્તાવેજ માનવામાં આવે છે.
એક મીડિયાના અહેવાલમાં આ નવા અભ્યાસને ટાંકીને જણાવાયું છે કે, ફોર-વ્હીલર્સના એન્જિન ટકાઉપણુ પરીક્ષણોમાં બીએસ-4 એન્જિને ઇ-20 ઇંધણ સાથે સંતોષકારક પ્રદર્શન કર્યું, જ્યારે બીએસ-6 ટર્બોચાર્જ્ડ એન્જિને 265 કલાકના પરીક્ષણ પછી સમસ્યાઓ વિકસાવવી.