લંડન, તા.7: ઇટાલીની નંબર વન યાનિક સિનર, જર્મન ખેલાડી એલેકઝાન્ડર ઝેવરેવ અને અમેરિકાની નંબર 7 ખેલાડી કોકો ગોફ પુરુષ અને મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. કવાર્ટર ફાઇનલમાં સિનરનો જર્મન ખેલાડી જેએલ સ્ટફર સામે 7-પ, 7-6 અને 6-3થી વિજય થયો છે. જયારે મહિલા કવાર્ટર ફાઇનલમાં કોકો ગોફે હમવતન ખેલાડી અને ચોથા ક્રમની જેસિકા પેગુલા સામે 4-6, 6-3 અને 6-3થી જીત મેળવી વિમ્બલ્ડનમાં પહેલીવાર સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઝેવરેવનો ઝેક ગણરાજ્યના ખેલાડી જે. લેચકા સામે 6-4, 5-6, 6-3 અને 7-6થી વિજય થયો હતો.
આ પહેલા ઇટાલીની 13મા ક્રમની ખેલાડી જેસ્મિન પાઉલોનીએ ફિલીપિંસની યુવા ખેલાડી એલા એકઝાંડ્રા સામે રસાકસી પછી 6-4, 4-6 અને 6-3થી જીત મેળવી મહિલા સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
જયારે મેન્સ સિંગલ્સમાં પાંચમા ક્રમનો ઓસ્ટ્રેલિયાનો એલેકસ ડી મિનોર ઇટાલીના નવમા ક્રમના ખેલાડી ફલેવિયો કોબોલી વિરુદ્ધ પ-7, 6-7 અને 3-6થી હારીને બહાર થયો હતો. કોબોલીએ કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.