• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

2024માં 2 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી

2020ની તુલનાએ અઢી ગણા : લોકસભામાં સરકારે આપ્યા આંકડા

નવી દિલ્હી તા.9 : વર્ષ 2024માં 2 લાખ ભારતીયોએ દેશની નાગરિકતા છોડી છે જે વર્ષ ર0ર0ની તુલનાએ અઢી ગણી જેટલી છે. લોકસભામાં સરકારે આ અંગે આંકડા જાહેર કર્યા છે.

જે મુજબ ર0ર0માં 8પરપ6, ર0ર1માં 163370, ર0રરમાં રરપ6ર0 અને ર0ર3માં ર16ર19 લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી. વિદેશ રાજયમંત્રી કીર્તિ વર્ધન સિંહે ગુરુવારે લોકસભામાં જણાવ્યું હતુ કે વર્ષ ર0ર4માં ર06378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા સ્વીકારી હતી. નાગરિકતા છોડવાનું કારણ વ્યકિતગત હોય છે અને તે  તે વ્યકિત જ જાણતો હોય છે.

સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ર0ર4માં ભારતની નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા ર0ર0ની તુલનાએ લગભગ અઢી ગણી રહી છે. સરકાર માને છે કે સફળ અને પ્રતિભાશાળી પ્રવાસી ભારતીયો દેશના સોફટ પાવરને મજબૂત કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક