દેશમાં હવે માત્ર 67 ક્ષેત્રીય પાર્ટી
નવી
દિલ્હી, તા. 9 : ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રણાલીની સ્વચ્છતા ઉપર વાત કરતા 334 રાજનીતિક
દળનું રજીસ્ટ્રેશન રદ કરી દીધું છે. દેશમાં માત્ર છ રાષ્ટ્રીય દળ છે. આ ઉપરાંત ક્ષેત્રીય
પાર્ટીઓની સંખ્યા ઘટીને 67 થઈ છે. ભારતમાં રાજનીતિક દળોનું રજીસ્ટ્રેશન, જન પ્રતિનિધિત્વ
અધિનિયમ, 1951ની ધારા 29એની જોગવાઈ હેઠળ ચૂંટણી પંચમાં કરવામાં આવે છે.
રાજનીતિક
દળોના રજીસ્ટ્રેશન માટે જારી દિશાનિર્દેશોમાં જોગવાઈ છે કે જો કોઈ દર સતત છ વર્ષ સુધી
ચૂંટણી ન લડે તો તેને રજીસ્ટર્ડ દળની યાદીમાંથી હટાવી દેવામાં આવે છે. આ ઉપરાંત જન
પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની ધારા 29એ હેઠળ દળને રજીસ્ટ્રેશનના સમયે પોતાનું નામ,
સરનામુ, પદાધિકારીઓના નામ વગેરેનું વિવરણ આપવાનું હોય છે. જેમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન
થવા ઉપર ચૂંટણી પંચને સુચિત કરવું અનિવાર્ય છે.
આ પહેલા
જુન 2025મા ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને
345 દળની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં તમામ દળને કારણદર્શક નોટિસ આપવામાં
આવી હતી. પ્રત્યેક દળને વ્યક્તિગત સુનાવણીના માધ્યમથી પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં
આવી હતી. ત્યારબાદ રિપોર્ટના આધારે જાણવા મળ્યું હતું કે, 345 દળમાંથી 334 દળ નક્કી
શરતોનું પાલન કરી રહ્યા નથી.