• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ટેરિફ સામે નિકાસકારોને પુરી સહાયની ખાતરી આપતી સરકાર

નવી દિલ્હી, તા.28: ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (Bિઍંઊઘ)ના એક પ્રતિનિધિમંડળે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ અમેરિકા દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા ટેરિફમાં વધારાને કારણે ભારતીય નિકાસકારોને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેનાથી તેમને માહિતગાર કરવાનો હતો.

આ મુલાકાતમાં નિકાસકારોની તાત્કાલિક ચિંતાઓ પર અને ખાસ કરીને બજારમાં સ્થિતિ, સ્પર્ધાત્મકતા અને રોજગાર સર્જન પર ઊંચા ટેરિફની પ્રતિકૂળ અસર વિશે વાત થઈ હતી.

નાણામંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે સરકાર આ મુશ્કેલ સમયમાં ભારતીય નિકાસકારોની સાથે દૃઢતાથી ઊભી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર નિકાસકર્તાઓની તમામ ચિંતાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમના હિતોની સુરક્ષા માટે દરેક સંભવિત ઉપાયો કરાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક