• બુધવાર, 12 માર્ચ, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો

મેન્ડિસની સદી અને વેલ્લાલગેની 4 વિકેટ

કોલંબો તા.14: ચેમ્પિયન્સ ટ્રોફીની ઠીક પહેલા શ્રીલંકાએ વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરીને હલચલ મચાવી છે. શ્રીલંકા ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કવોલીફાયઇ થઈ નથી, પણ તેણે આ ટૂર્નામેન્ટની ખિતાબની દાવેદાર ઓસ્ટ્રેલિયા ટીમને દ્વિપક્ષી વન ડે શ્રેણીમાં 2-0થી કારમી હાર આપી છે. આજે રમાયેલા બીજા અને આખરી વન ડેમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શ્રીલંકાનો 174 રને મોટો વિજય થયો હતો. 282 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા કાંગારૂ ટીમનો માત્ર 24.2 ઓવરમાં 107 રનમાં ધબડકો થયો હતો. શ્રીલંકા તરફથી પ્લેયર ઓફ ધ મેચ કુસલ મેન્ડિસે સદી ફટકારી હતી અને સ્પિનર દ્રનિત વેલ્લાલગેએ 4 વિકેટ લીધી હતી.

282 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી લંકન સ્પિનરોએ ઓસ્ટ્રેલિયાને વાપસીનો મોકો આપ્યો ન હતો. કાંગારૂ બેટર્સ સ્પિન જાળમાં ફસાઇને આઉટ થતાં રહ્યા હતા. કપ્તાન સ્મિથે સૌથી વધુ 29 રન કર્યાં હતા. જોશ ઇંગ્લીશે 22 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયાએ આખરી 7 વિકેટ 26 રનમાં ગુમાવી હતી. ટ્રેવિસ હેડ 18, મેથ્યૂ શોર્ટ 2, જેક ફ્રેઝર 9, મેકસવેલ 1 અને એરોન હાર્ડી ઝીરોમાં આઉટ થયા હતા. આથી પૂરી કાંગારૂ ટીમ 107 રનમાં તંબુ ભેગી થઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી વેલ્લાલગેએ 3પ રનમાં 4 વિકેટ લીધી હતી. અસિતા ફરનાન્ડો અને વાનિંદુ હસારંગાને 3-3 વિકેટ મળી હતી.

આ પહેલા શ્રીલંકાએ પ0 ઓવરમાં 4 વિકેટે 281 રન કર્યાં હતા. કુસલ મેન્ડિસે 11પ દડામાં 11 ચોકકાથી 101 રનની શતકીય ઇનિંગ રમી હતી. કપ્તાન ચરિથ અસાલંકાએ અણનમ  78 અને નિશાન મદુશ્કાએ પ1 રન કર્યાં હતા. જનિત લિયાનગે 32 રને નોટઆઉટ રહ્યો હતો.

પહેલા વન ડેમાં શ્રીલંકાનો 49 રનથી વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાએ પહેલીવાર કલીનસ્વીપ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025