લંડન, તા.23: સ્પેનિશ ટેનિસ સ્ટાર અને વર્લ્ડ નંબર બે કાર્લોસ અલ્કરાજ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનની ઠીક પહેલા ક્વીન્સ કલબ ઓપનમાં ચેમ્પિયન થયો છે. વિમ્બલ્ડનની જેમ ગ્રાસ કોર્ટ પર રમાતી આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં અલ્કરાજે ઝેક ગણરાજ્યના ખેલાડી જિરી લેહેકાને 7-પ, 6-7 અને 6-2થી હાર આપી હતી. અલ્કરાજનું આ બીજુ ક્વીન્સ કલબ ઓપન ટાઇટલ છે. ગ્રાસ કોર્ટ પણ તેનો આ ચોથો ખિતાબ છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે કાર્લોસ અલ્કરાજે તાજેતરમાં નંબર વન ઇટાલીના ખેલાડી જેનિક સિનર સામે પાંચ કલાકથી વધુના મેરેથોન મુકાબલા પછી ફ્રેંચ ઓપનનો ખિતાબ જીત્યો હતો. હવે તેની નજર વિમ્બલ્ડન પર છે.