• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ઝિમ્બાબ્વે સામે ન્યુઝિલેન્ડની ઈનિંગ અને 359 રને જીત

ન્યુઝિલેન્ડના 601 રનના જવાબમાં ઝિમ્બાબ્વે બીજી ઈનિંગમાં પણ ધ્વસ્ત

નવી દિલ્હી, તા. 9 : ઝિમ્બાબ્વે સામેના બીજા ટેસ્ટ મેચમાં ન્યુઝિલેન્ડની ઈનિંગ અને 359 રને જબરદસ્ત જીત થઈ છે. ઝિમ્બાબ્વેની ટીમ પહેલી ઈનિંગમાં 125 રનમાં ઓલઆઉટ થઈ હતી. બાદમાં ન્યુઝિલેન્ડે ત્રણ ખેલાડીના દોઢસો રનની મદદથી ત્રણ વિકેટે 601 રને ઈનિંગ ઘોષિત કરી હતી. જવાબમાં બીજા દાવમાં પણ ઝિમ્બાબ્વેના ખેલાડીઓ ટકી શક્યા નહોતા અને 117 રનમાં જ ટીમ ઓલઆઉટ થઈ હતી.

મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. જોકે પુરી ટીમ પહેલી ઈનિંગમાં 125 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. માત્ર બ્રાન્ડન ટાયલર 44 રન કરીને અને તફાડ્ઝા ટીસ્ગા 33 રને લડત આપી શક્યા હતા. ન્યુઝિલેન્ડ તરફથી પહેલી ઈનિંગમાં મેટ હેનરીએ પાંચ વિકેટ લીધી હતી. જયારે ઝેકરી ફોક્સે 4 વિકેટ લીધી હતી. બાદમાં ન્યુઝિલેન્ડે પહેલી ઈનિંગમાં કોનવેના 153 રન, હેનરી નિકોલસના 150 રન અને રચિન રવીન્દ્રના 165 રનની મદદથી 3 વિકેટે 601 રને ઈનિંગ ઘોષિત કરી દીધી હતી. આમ ઝિમ્બાબ્વે ઉપર મોટુ દબાણ આવ્યું હતું. આ દબાણની અસર ફરી જોવા મળી હતી અને ટીમ 117 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી નિક વેલ્ચ એકમાત્ર ખેલાડી રમી શક્યો હતો. જેણે 47 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં ઝેકરી ફોક્સે પાંચ વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક