માત્ર 17 વર્ષની વયે વુકુસિક બન્યો ક્રોએશિયન T-20 ટીમનો કેપ્ટન
નવી
દિલ્હી, તા. 9 : ક્રિકેટ જગતમાં દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બનતા રહે છે. હવે ક્રોએશિયન
ક્રિકેટર જેક વુકુસિકે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વુકુસિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
સૌથી યુવા કેપ્ટન બન્યો છે. વુકુસિકે માત્ર 17 વર્ષ અને 311 દિવસની ઉમરમાં સાઈપ્રસ
સામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં કેપ્ટનશીપ કરી હતી.
આ
પહેલા રેકોર્ડ ફ્રાન્સના નોમાન અમજદના નામે હતો. જેનો રેકોર્ડ વુકુસિકે તોડયો છે. નોમાને
જુલાઈ 2022મા ચેક ગણરાજ્ય સામેના મુકાબલામાં ફ્રાન્સ તરફથી પહેલી વખત કેપ્ટનશીપ કરી
હતી. તે સમયે નોમાનની ઉમર 18 વર્ષ અને 24 દિવસની હતી. કાર્લ હાર્ટમેને વર્ષ 2023માં
18 વર્ષ અને 276 દિવસની ઉમરે સ્પેન સામે આઈલ ઓફ મેનની કેપ્ટનશીપ કરી હતી. હાર્ટમેન
યાદીમાં ત્રીજા નંબરે છે. ત્યારબાદ લુવસાનજુંડુઈ એર્ડેનબુલગનનો નંબર આવે છે.જેણે હાંગ્ઝો
એશિયન ગેમ્સ દરમિયાન 18 વર્ષ અને 324 દિવસની વયે નેપાળ સામે મોંગોલીયાનું નેતૃત્વ કર્યું
હતું.
જેક
વુકુસિક હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. બીજી તરફ વનડે અને
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઉમરે કેપ્ટનશીપનો રેકોર્ડ રાશિદ ખાનના નામે છે. રાશિદે
19 વર્ષ 165 દિવસની ઉમરે અફઘાનિસ્તાન માટે વનડેમાં કેપ્ટનશીપ કરી હતી. જ્યારે ટેસ્ટમાં
કેપ્ટનશિપ કરી ત્યારે રાશિદની ઉમર 20 વર્ષ અને 350 દિવસ હતી.